ETV Bharat / state

આણંદઃ શિક્ષણધામ વિદ્યાનગરમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યાં સિન્ડિકેટ સભ્ય - Anand News

કોરોના વાઇરસના લીધે દેશમાં અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે ઘણા લોકો ઘરથી દુર ફસાઈ ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. ત્યારે આણંદ જિલ્લામાં આવેલા શિક્ષણધામ વિદ્યાનગરમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ફસાય ગયા હતા. આ પરિસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ એન્ડ સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિત તેમની મદદે આવ્યાં હતા.

syndicate-member
આણંદઃ શિક્ષણધામ વિદ્યાનગરમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યાં સિન્ડિકેટ સભ્ય
author img

By

Published : May 16, 2020, 9:58 AM IST

આણંદઃ કોરોના વાઇરસના લીધે દેશમાં અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે ઘણા લોકો ઘરથી દુર ફસાઈ ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. ત્યારે આણંદ જિલ્લામાં આવેલા શિક્ષણધામ વિદ્યાનગરમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ફસાય ગયા હતા. આ પરિસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સિન્ડિકેટ એન્ડ સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિત તેમની મદદે આવ્યાં હતા.

આણંદઃ શિક્ષણધામ વિદ્યાનગરમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે આવ્યાં સિન્ડિકેટ સભ્ય

જ્યારથી દેશમાં જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ હતું, તે દિવસથી અલ્પેશભાઈ જરૂરિયાતમંદની સેવા કરી રહ્યા છે, તેઓ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સહયોગ તેમજ ઓલ ઇન્ડિયા ભગતસિંહ યુથ કાઉન્સિલના સ્વયંસેવકની મદદથી લોકડાઉન દરમિયાન પશુ-પક્ષી અને લોકોની મદદ કરી રહ્યા છે, જ્યારે લોકડાઉન પાર્ટ- 2 અને 3 આવ્યા ત્યારે વિદ્યાનગરમાં ફસાયેલા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ જોઈ તેમણે 33 જેટલા વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલ્યા હતા. જેમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યના વિદ્યાર્થીઓને તેમણે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની મદદથી ઘરે પરત મોકલ્યા હતા. અલ્પેશ પુરોહિતે etv bharat સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે દેશમાં ચાલતા લોકડાઉનના કારણે વિદ્યાનગરમાં શિક્ષણ માટે આવેલા વિદ્યાર્થીઓ અહીં અટવાયા હતા, જેમને વિદ્યાનગરમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે કોઇ કામગીરી ન કરતાં તેમણે લોકભાગીદારીથી આ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવા બીડું ઝડપ્યું હતું અને ૩૦ કરતા વધારે વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવામાં મદદ કરી હતી. તેમજ તેમણે સરકારને અને વિપક્ષને અપીલ કરી હતી કે કોરોના સામેની જંગમાં દેશને જીત અપાવવા એક સાથે મળી કામ કરવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.