- ડો આર. વી. વ્યાસ હતા આણંદ કૃષી યુનિવર્સિટીના કુલપતિ
- ડો વ્યાસના સ્થાને હવે ડો. કે.બી કથીરિયાની નવા કુલપતિ તરીકે થઈ નિમણૂક
- ડો. વ્યાસ ચેલા લાંબા સમયથી કોરોનાની લઈ રહ્યા છે સારવાર
આણંદઃ કૃષિ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પદ પર ડો આર. વી. વ્યાસ હતા. પરંતુ તેમને થોડા સમય પહેલા કોરોના થતાં ઘણા લાંબા સમયથી તેઓ કોરોનાની સારવાર અર્થે રજા પર હતા. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ચાર્જ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. રવિ ચૌહાણ પાસે હતો.
આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીનો 16મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો
વાઇસ ચાન્સેલરની નિમણૂક અંગેનો પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે ડો કે બી કથીરિયા નિમણુંક થવા પામી છે. ડો. કે.બી. કથીરિયા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જ ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડિન ઓફ PG અને ડિન ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ડો. કે. બી. કથીરીયા આગામી દિવસોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પદભાર સંભાળશે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક અંગેનો પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.