- દાંડી પથ પર સાયકલ યાત્રા કરવામાં આવી
- સમાજમાં જાગૃતિની નવી કોશિશ કરવામાં આવી
- સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ યાત્રાનું આયોજન
આણંદઃ આજકાલ લોકો પોતાની જાતને ગાંધીવાદી કહેવડાવવા માટે ગાંધી ટોપી ધારણ કરે છે પણ ખરેખર તો ગાંધીવાદી કહેવડાવવા માટે ગાંધીની વિચારધારા ધારણ કરવી પડેે, જીવનમાં ઉતારવી પડે, તેમનો સત્ય અને અહિંસાના પાયાના સિદ્ધાંતોને જીવનમાં ઓતપ્રોત કરવા પડે, ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચાલવું પડે અને 4 યુવાનો આ પથ પર આગળ વધી રહ્યા છે.
ગો ધાર્મિક જૂથ દ્વારા સોલ્ટ રાઈડનું આયોજન
જ્યારે વિશ્વ આખુ કોવિડ 19 ના પ્રકોપમાં છે, ત્યારે સોશિયલ ડિસ્ટેન્સિગ, માસ્ક અને સ્વચ્છતાનું પ્રચાર કરવાના ઉદ્દેશથી દાંડી યાત્રાને એક નવું રૂપ આપી ચાર યુવાનો દ્વારા સમાજમાં જાગૃતિની નવી કોશિશ કરવામાં આવી રહી છે. ગો ધાર્મિક જૂથ દ્વારા દર વર્ષે સાબરમતી આશ્રમથી દાંડી સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, ગો ગ્રીન ક્લાઇમેટ, ભાવિ પેઢી ને ખનીજો અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર તંદુરસ્ત પર્યાવરણ મળે, દરેકને શિક્ષણ મળે માટે લાઇબ્રેરીની સ્થાપનાઓ અને બાળકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા ફિટ ઇન્ડિયાનો સંદેશ આપવાનો રહેતો હોય અને હકીકતમાં તો ગાંધીજી પણ તેમના સ્વપ્નના ભારતમાં આવું જ કંઈક ઇચ્છતા હતા.આ ઉદ્દેશનું પ્રચાર-પ્રસાર કરવા માટે દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ ગો ધાર્મિક જૂથ દ્વારા સોલ્ટ રાઈડનું આયોજન કર્યું છે.