આણંદ : જિલ્લાના વતની અને વર્ષોથી વિદેશમાં સ્થાઈ થયેલા તનુજ પટેલ રૂટ્સ ફાઉન્ડેશન ચલાવે છે. જેઓ લોકડાઉનના કપરા સમયમાં જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે આવનારા સમયમાં લોકડાઉનમાં આંશિક રાહત મળશે. લોકડાઉનમાં લોકોને જ્યારે પણ આંશિક રાહત મળશે ત્યારે મોટી સંખ્યામાં લોકો બહાર ઉમટી આવશે. જેઓને રક્ષણ પૂરુ પાડવા માટે માસ્ક અને સેનેટાઇઝર ઉપલબ્ધ કરાવવા આવશ્યક બનશે.
આણંદમાં 5 લાખ માસ્કનું વિનામૂલ્યે થશે વિતરણ... - masks will be distributed free of cost
વૈશ્વિક મહામારી વચ્ચે ભારત દેશમાં છેલ્લા 50 દિવસ કરતા વધારે સમયથી લોકડાઉન છે અને તબક્કાવાર 3 લોકડાઉન જાહેર થઈ ચૂક્યા છે. હવે આવનારા સમયમાં લોકડાઉન 4માં ગુજરાત રાજ્યમાં પ્રજાને આંશિક છુટછાટ મળે તેવી આશા બંધાઈ રહી છે. ત્યારે કામ અર્થે બહાર નીકળતી પ્રજાની સલામતી માટે સલામતીના સાધનો ઉપલબ્ધ કરવાની આવશ્યકતાને પૂરી કરવા આણંદમાં રૂટ્સ ફાઉન્ડેશન કામે લાગ્યું છે.
5 લાખ માસ્કનું વિનામૂલ્યે થશે વિતરણ