ETV Bharat / state

ડાંગ જિલ્લાના સાપુતારામાં જુગાર રમતા 5 ઝડપાયા - Dang News

ગિરિમથક સાપુતારામાં જુગાર અને દારૂની મહેફિલ માણતા 5 શખ્સોને ડાંગ LCB પોલીસની ટીમે ઝડપી લીધા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એકને વોન્ટેન્ડ જાહેર કર્યો છે.

ડાંગ જિલ્લાના સાપુતારામાં જુગાર રમતા 5 ઝડપાયા

author img

By

Published : Mar 25, 2021, 10:26 PM IST

  • સાપુતારા સર્કિટ હાઉસ ખાતે 5 જુગારીઓ ઝડપાયાં
  • LCB પોલીસે ઝડપી પાડ્યા
  • પોલીસે એકને વોન્ટેડ જાહેર કર્યો

ડાંગઃ ગિરિમથક સાપુતારામાં જુગાર રમાતા 5 ઝડપાયા હતા. ડાંગ LCB પોલીસની ટીમે જુગાર અને દારૂની મહેફિલ માણતા 5 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લામાં પોલીસની ટીમે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું અને જુગાર પ્રોહિબિશન ડામવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન LCB પોલીસની ટીમને સાપુતારા સર્કિટ હાઉસ ખાતેનાં રૂમ નં-5 ના મહાલખડમાં દારૂની મહેફિલ સાથે જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસની ટીમે બાતમીના આધારે રૂમમાં પ્રવેશ કરી પાંચ શખ્સને ઝડપી પાડયા હતાં. જ્યારે એક શખ્સ નાસી છૂટતા વોરન્ટ જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ વલસાડ: પોલીસે હોટલમાં રેડ કરી રૂપિયા 10 લાખના મુદ્દામાલ સાથે 15 જૂગારીઓને ઝડપ્યા

રૂપિયા 4,63,190નો મુદ્દામાલ કબ્જે કર્યો

LCB પોલીસની ટીમે ઝડપી પાડેલા શખ્સો પાસેથી રોકડ રૂપિયા 650 અંગ ઝડતીના 24,400 તથા મોબાઈલ નંગ-5 જેની કિંમત રૂપિયા 12,000 તેમજ દારૂની નાની મોટી બોટલ નંગ-5 જેની કિંમત રૂપિયા 2,140 તેમજ ગાડી કે જેની કિંમત રૂપિયા 4 લાખ જે મળી કુલ રૂપિયા 4,લાખ 63 હજાર 190 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.