ETV Bharat / state

આણંદ જિલ્લામાં આંગણીયા પેઢીમાં 45 લાખની લૂંટનો ભેદ ઉકલ્યો, 5ની ધરપકડ

આણંદઃ જિલ્લાના લાભવેલ ગામે આંગડીયા પેઢીમાં થયેલ 45 લાખની લૂંટનો ભેદ આણંદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ ગુનામાં પોલીસે કુલ 5 શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી લૂંટેલા 45 લાખ પૈકી 29.30 લાખ રૂપીયા, પિસ્તોલ, 10 કરતુસ, કાર, એક્ટીવા બાઈક એક સોનાની ચેન વગેરે જપ્ત કર્યા છે. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ અર્થે આરોપીના રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

Angania firm in Anand
author img

By

Published : Oct 25, 2019, 11:32 AM IST

માહિતી પ્રમાણે, ગત્ 10 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ લાભવેલ ગામે આવેલ પટેલ આંગડિયા પેઢીના માલિક જેન્તીભાઈ ઠક્કર લાભવેલ સ્થિત પોતાના નિવાસ સ્થાનેથી પુત્રને બુલેટ પર બેસાડીને રોકડા 45 લાખ ભરેલ થેલો લઇ પેઢી તરફ જતા હતા, ત્યારે લાંભવેલ રોડ ઉપર આવેલા Essar પેટ્રોલ પંપ પાસે પાછળથી પલ્સર બાઈક પર આવેલા 2 શખ્સોએ પૈસા ભરેલ થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા. આ અંગે આણંદ રૂરલ પોલીસે આંગણીયા પેઢીના માલિકની ફરિયાદ દાખલ કરી ત્રણ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.

આણંદ જિલ્લામાં આંગણીયા પેઢીમાં ૪૫ લાખની લૂંટનો ભેદ ઉકલ્યો, 5ની ધરપકડ

પોલીસ તપાસમાં પલ્સર બાઈક ભાલેજ રોડ ઉપર આવેલા દલાપુરા પાસેથી મળી આવ્યું હતું. પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા એક વ્યક્તિ મળી આવી હતી. જેણે પોલીસને જણાવ્યું હતું કે, બે શખ્સો બાઇક મુકીને એક કારમાં બેસી ભાલેજ તરફ ગયા છે. જેથી પોલીસે આ રોડના CCTV ફૂટેજ મેળવી તપાસ કરતા કાર ડાકોર તરફ જઇ પરત વળી હતી અને ભાલેજ સામરખા હાઇવે થઈને એક્સપ્રેસ હાઇવેથી બહાર નીકળી રીંગ રોડ ગાંધીનગર મહુડી તરફ જતી જોવા મળી હતી.

Angania firm in Anand
આણંદ જિલ્લામાં આંગણીયા પેઢીમાં ૪૫ લાખની લૂંટનો ભેદ ઉકલ્યો, 5ની ધરપકડ

પોલીસે તુરંત જ કાર નંબરના આધારે તપાસ કરતા કાર માલિક મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા તેણે આ કાર મહુડી રોડ ઉપર આવેલ માણેકપુરા ગામે રહેતા બાલજી ઉર્ફે ગલો રમણજી સોલંકીને વેચી હોવાનું જણાવ્યું હતું. આ માહિતી મળતા જ પોલીસની ટીમ માણેકપુર ગામે પહોંચી હતી અને ખાનગી રાહે તપાસ કરતા બાલાજી ઉર્ફે ગલાના ઘરે ત્રણ જેટલા હિન્દી ભાષી શખ્સોએ રહેતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કોઇ પણ જાતની ઉતાવળ કર્યા કે, જોખમ લીધા વગર પૂરતા પોલીસ ફોર્સ સાથે છાપો માર્યો હતો જેમાં બાલજી ઉર્ફે ગલો રમણજી સોલંકી નારાયણ ઉર્ફે જગો વિષ્ણુભાઈ સંનત ઉર્ફે પીન્ટુ સંતોષકુમાર જૈનોની અટકાયત કરી હતી. આ તમામ આરોપીઓ ઉત્તરપ્રદેશના ઇટાવાના રહેવાસી હોવાનું કબુલ્યું હતું.

સાથે જ ઘરની તલાશી લેતાં એક બેગ મળી આવી હતી. જેમાં રોકડ 29.25 લાખ તેમજ ત્રણ ધારદાર છરા મળી આવ્યા હતા. જેથી ત્રણેયને LCB પોલીસ મથકે લાવીને કડક પૂછપરછ કરતા તેમણે પોતાના અન્ય બે દિલ્હી ખાતે રહેતા સાગરીતો સોનું અને ભીમ સાથે મળીને લાભવેલ આંગણીયા લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આણંદ પોલીસ દ્વારા તાત્કાલિક દિલ્હી જઈને સોનુ અને ભીમ પરસોત્તમભાઈ ઝા રહેવાસી ગુડગાવ દિલ્હી અને મુજાહિદ્દીન ઉર્ફે સોનુ સલીમ ખાન મૂળ રહેવાસીને પકડી તેમની ઉંડાણથી તપાસ કરતા તેમની પાસેથી એક દેશી પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને બે મેગેઝીન જપ્ત કર્યા હતા. આ પાંચની અલગ અલગ પૂછપરછ કરતાં છેલ્લા એક સપ્તાહથી તેઓ બાઇક તેમજ ગાડી લઈને રેકી કરતા હતા અને આંગડિયા પેઢીના જયંતીભાઈ ઠક્કર કેટલા વાગે પેઢી આવે છે. કેટલા વાગે ઘરે જાય છે, કોણ કોણ તેમની સાથે હોય છે, ક્યું વાહન લઇને અવરજવર કરે છે તેની સંપૂર્ણ વિગત એકત્ર કર્યા બાદ પોતાના પ્લાન ને 10 તારીખે અંજામ આપ્યો હોવાનું કબુલાત કરી હતી. આ આરોપીઓએ અગાઉ પણ છ જેટલી લૂંટને અંજામ આપી ચૂક્યા છે. વધુ પૂછપરછ માટે આણંદ પોલીસે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. લૂંટના નાણાથી તેમણે એક એક્ટિવા અને સોનાની ચેન પણ ખરીદી જે પણ આણંદ પોલીસે જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ પોલીસે ગણતરીના જ દિવસોમાં 45 લાખની ચકચારી લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં નોંધપાત્ર કામગીરી કરનાર આણંદ LCB PI આર એન વિરાણી, PSI આર વી વીંછી, SOG, PSI નકુમ રૂરલ, PSO ડી ડાભી સહિતની ટીમને ડીએસપી મકરણ ચૌહાણ દ્વારા રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Intro:આણંદ નજીક આવેલ લાભવેલ ગામે થયેલ ૪૫ લાખની આંગડીયા પેઢીનો લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો છે પોલીસે કુલ પાંચ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી લૂંટમાં ગયેલ 4500000 પૈકી 29.30 લાખ પિસ્ટલ દસ કાર્ટીસ મેગેઝીન પણ જરા કાર એકટીવા બાઈક એક સોનાની ચેન વગેરે જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે

Body:પ્રાપ્ત વિગતો અનુસાર ગત 10 તારીખ ના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે ગામડી વડ ખાતે વી પટેલ આંગડિયા પેઢી ચલાવતા જંતી ભાઈ ઠક્કર લંભવેલસ્થિત પોતાના નિવાસ સ્થાનેથી પુત્રને બુલેટ પર બેસાડીને રોકડા 45 લાખ ભરેલો થેલો લઇને પેઢી તરફ જતા હતા ત્યારે લાંભવેલ રોડ ઉપર આવેલા એસારપેટ્રોલ પંપ પાસે પાછળથી પલ્સર બાઈક પર આવેલા બે શખ્સો 45 લાખ નો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરી જુદી-જુદી ત્રણ જેટલી ટીમો બનાવીને આણંદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પલ્સર બાઈક ભાલેજ રોડ ઉપર આવેલા દલાપુરા પાસેથી મળી આવ્યું હતું પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા એક વ્યક્તિ મળી આવી હતી જેણે પોલીસને જણાવ્યું હતું કે બે શખ્સો બાઇક મુકીને એક કારમાં બેસી ભાલેજ તરફ ગયા છે જેથી પોલીસે આ રોડના સીસીટીવી ફૂટેજ મેળવી ને તપાસ કરતા કાર ડાકોર તરફ જઇને પરત વળી હતી અને ભાલેજ સામરખા હાઇવે થઈને એક્સપ્રેસ હાઇવે થી બહાર નીકળીને રીંગ રોડ ગાંધીનગર મહુડી તરફ જતી જોવા મળી હતી.

પોલીસે તુરંત જ કારના નંબર gj05 cj 6953 ના આધારે તપાસ કરતાં કારનો માલિક મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા તેણે આ કાર મહુડી રોડ પર આવેલ માણેકપુરા ગામે રહેતા બાલજી ઉર્ફે ગલો રમણજી સોલંકીને વેચી હોવાનું જણાવ્યું હતું કે આ માહિતી મળતા જ પોલીસની ટીમ માણેકપુર ગામે પહોંચી હતી અને ખાનગી રાહે તપાસ કરતા બાલજી ઉર્ફે ગલા ના ઘરે ત્રણ જેટલા હિન્દીભાષી શકશો રહેતા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે કોઇ પણ જાતની ઉતાવળ કર્યા કે જોખમ લીધા વગર પૂરતા પોલીસ ફોર્સ સાથે છાપો માર્યો હતો જેમાં બાલજી ઉર્ફે ગલો રમણજી સોલંકી નારાયણ ઉર્ફે જગો વિષ્ણુભાઈ સંનત ઉર્ફે પીન્ટુ સંતોષકુમાર જૈનો ની અટકાયત કરી હતી તમામ આરોપીઓ યુપી ના ઇટાવા ના રહેવાસી હોવાનું ખુલ્યું હતું ઘરની તલાશી લેતાં એક બેગ મળી આવી હતી જેમાં રોકડ 29.25 લાખ તેમજ ત્રણ ધારદાર છરા મળી આવ્યા હતા જેથી ત્રણેયને એલસીબી પોલીસ મથકે લાવી ને કડક પૂછપરછ કરતા તેઓએ પોતાના અન્ય બે દિલ્હી ખાતે રહેતા સાગરીતો સોનું અને ભીમ સાથે મળીને લંભવેલ આંગણીયા લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.આણંદ પોલીસ દ્વારા તાત્કાલિક દિલ્હી જઈને સોનુ અને ભીમ પરસોત્તમભાઈ ઝા રહેવાસી ગુડગાવ દિલ્હી અને મુજાહિદ્દીન ઉર્ફે સોનુ સલીમ ખાન મૂળ રહેવાસી ને પકડી પાડી અને તેઓની ઉંડાણથી તપાસ કરતા તેમની પાસેથી એક દેશી પિસ્તોલ, 10 જીવતા કારતૂસ અને બે મેગેઝીન જપ્ત કર્યા હતા.આ પાચ ની અલગ અલગ પૂછપરછ કરતાં છેલ્લા એક સપ્તાહથી તેઓ બાઇક તેમજ ગાડી લઈને રેકી કરતા હતા અને આંગડિયા પેઢીના જયંતીભાઈ ઠક્કર કેટલા વાગે પેઢી આવે છે કેટલા વાગે ઘરે જાય છે કોણ કોણ તેમની સાથે હોય છે કયું વાહન લઇને અવરજવર કરે છે તેની સંપૂર્ણ વિગતો એકત્ર કર્યા બાદ પોતાના પ્લાન ને 10 તારીખે અંજામ આપ્યો હોવાનું કબુલાત કરી હતી.

આરોપીઓએ અગાઉ પણ છ જેટલી લૂંટને અંજામ આપી ચૂક્યા છે હરે વધુ પૂછપરછ માટે આણંદ પોલીસે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.
લૂંટમાં લેવાયેલ નાણાથી તેઓ દ્વારા એક એક્ટિવા અને સોનાની ચેન પણ ખરીદવામાં આવી હતી જે પણ આણંદ પોલીસે જપ્ત કરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે આણંદ પોલીસે ગણતરીના જ દિવસો માં ૪૫ લાખની ચકચારી લૂંટ નો ભેદ ઉકેલી નાખ્યો છે આ કેસમાં નોંધપાત્ર કામગીરી કરનાર આણંદ એલસીબી પીઆઇ આર એન વિરાણી, પીએસઆઇ આર વી વીંછી એસ.ઓ.જી પીએસઆઇ નકુમ રૂરલ પી.એસ.આઇ ડી ડાભી સહિતની ટીમને ડીએસપી મકરણ ચૌહાણ દ્વારા રોકડ ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.