ETV Bharat / state

Rajasthan Rave Party : આણંદના CID ઇન્સ્પેક્ટર સાથે 24 લોકો રેવ પાર્ટીમાં ઝડપાયા

author img

By

Published : Jan 27, 2022, 9:55 AM IST

રાજસ્થાનની એક હોટેલમાંથી 24 લોકો રેવ પાર્ટીની (Rajasthan Rave Party) મહેફિલ માણતા ઝડપાયા છે. જેમાં આણંદના CID ઇન્સ્પેક્ટર (Anand Police at the Rave Party) અને મહિલાઓ સહિત 24 લોકો નશામાં ઝૂમતા ઝડપાયા છે. પોલીસ બિયર-દારૂની જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. જાણો કોણ કોણ હતું આ પાર્ટીમાં સામેલ...

Rajasthan Rave Party : આણંદના CID ઇન્સ્પેક્ટર સાથે 24 લોકો રેવ પાર્ટીમાં ઝડપાયા
Rajasthan Rave Party : આણંદના CID ઇન્સ્પેક્ટર સાથે 24 લોકો રેવ પાર્ટીમાં ઝડપાયા

આણંદ : રાજસ્થાનના ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી(Rajasthan Rave Party) પર પોલીસે દરોડો પાડ્યા છે. જેમાં ગુજરાતીઓની શરાબ કબાબ વિથ સબાબના મૂડ સાથે રેવ પાર્ટી માણી રહ્યા હતા. જેમાં ગુજરાત CID ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. ત્યારે હોટલ પર ચાલી રહેલી રેવ પાર્ટીમાં સ્થાનિક પોલીસે દરોડો (Rajasthan Police Raid Rave Party) પાડ્યા હતા.

24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા

આ ઘટનામાં આણંદના CID (Crime Investigation Department) ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર મહેફિલ માણતા(Anand Police at the Rave Party) ઝડપાયા હતા. ઉપરાંત અમદાવાદના નામી નબીરાઓ, સાથે નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.

હોટેલમાંથી બિયર-દારૂની પેટીયું પોલિસે કબ્જે કર્યા

સમગ્ર ઘટના અંગે ખમનેરના પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીના જણાવ્યું હતું કે, હોટેલના રૂમ માંથી ત્રણ પેટી બીયર અને દારૂનો જથ્થો મળતા કબજે (Rave Party at a Hotel in Rajasthan) કરવામાં આવ્યો છે. આ રેવ પાર્ટીમાં નશામાં ચકચૂર બનેલા આણંદ જિલ્લાના 8 લોકો, અમદાવાદના 2, મોરબીનો 1, નવસારીનો 1, મધ્યપ્રદેશના ઉજજેનનો 1, ઉદયપુરનો 1 વ્યક્તિ સહિત 9 જેટલી યુવતીઓને ઝડપી લીધા હતા.

આ પણ વાંચોઃ રેવ પાર્ટી કરતા 9 યુવાનો અને 4 યુવતીઓને આંકલાવ પોલીસે ઝડપ્યા

નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો

મળતી માહિતી મુજબ રેવ પાર્ટીમાં રેડ કરવા પહોંચેલી રાજસ્થાન પોલીસે પાર્ટીમાં ભાન ભૂલેલા 24 લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસે આ 24 લોકો સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં રાજસ્થાન પોલીસે રેવ પાર્ટી ચાલતી હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે.

કોની કોની ધરપકડ થઈ

રાજસ્થાનના ખમનેરમાં યોજાયેલી રેવ પાર્ટીમાં 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હોટલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક ભટ્ટ, ધ્રુમિન પંડ્યા, હર્ષિલ પટેલ, વિપુલ પટેલ, અતુલ પટેલ, લાંભવેલના ભૂમિત કુમાર પટેલ, યતીનકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, અમદાવાદના પ્રદીપ ચતુર્વેદી, અમદાવાદ નરોડાના કાર્તિક પટેલ, મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિક પટેલ, ઉદયપુરના ઉદય લાલ જાટ, સહિત 9 મહિલાની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચોઃ અહીં જાણો શું છે રેવ પાર્ટી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.