- ખંભાતમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને સજાટ
- દુષ્કર્મ ગુજારનારને 10 વર્ષની સજા
- પીડિતાને વળતર પેઠે 4 લાખ ચૂકવવાનો આદેશ
ખંભાત : ખંભાતના કાળીતલાવડી ખાતે રહેતા 28 વર્ષીય બળવંતભાઈ ભાઈલાલભાઈ પટેલે વર્ષ 2014માં એક સગીરાને પટાવી ફોસલાવી લઇ ગયો હતો. જ્યાં તેણે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગેની ફરિયાદ ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આરોપીને 10 વર્ષની જેલ ઉપરાંત 20 હજારનો દંડ
આણંદના સ્પેશલ જજ અને બીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ એ.એસ.જાડેજાની દલીલોને આગ્રહ રાખીને કોર્ટે આરોપી બળવંત પટેલને દોષિત ઠેરવી દુષ્કર્મ, પોક્સો અને અપહરણના ગુનામાં આરોપી સાબિત થતા દસ વર્ષની સખત જેલની સજા અને રૂપિયા 20 હજારનો દંડ અને જો દંડ ના ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારી છે. પીડિતાને વળતર પેટે ચાર લાખ રુપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.
ખંભાતમાં અન્ય પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે
ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દુષ્કર્મની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. થોડા સમય પહેલા ખંભાત તાલુકાના કાણીસા ગામે પણ નાનકડી બાળકી ઉપર દુષ્કર્મ કરી તેને મારી નાખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તે પહેલા પણ પંથકમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જોકે, આ અંગે જાગૃત નાગરિકોએ દુષ્કર્મ આચરનારને કડકમાં કડક સજા થાય તે માટે માંગ ઉચ્ચારી છે.