અમરેલી શહેરમાં પાંચ દિવસથી 178 જેટલા સફાઈ કામદારો હડતાલપર બેઠા છે. તેઓ સમાન વેતની અને સરકારી લાભનો હક મેળવવા માટે માગ કરી રહ્યાં છે. સફાઇ કર્મીઓ જણાવી રહ્યાં છે કે, ફિક્સ રોજમદારોને માત્ર 3500 રૂપિયા આપવામાં છે. ત્યારે નિવૃત કર્મચારીઓને ફરી નોકરીમાં લઈ 10,000 રૂપિયા ચુકવવામાં આવે છે. આમ, ફિક્સ વેતનના કામદારો સાથે શોષણ કરી અન્યાય કરવામાં આવતા નગરપાલિકાના 178 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. નગરપાલિકા સામે ધરણાં કરી વિરોધ કરી રહયા છે.
ઉલ્લેખનીય છે કે, આ અંગે અગાઉ પણ સફાઇકર્મીઓએ અનેકવાર સ્થાનિક તંત્રમાં અનેકવાર રજૂઆત કરી હતી. છતાં અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે સફાઇકર્મીઓને તંત્ર સામે વિરોધ કરવાની ફરજ પડી છે.