અમરેલી : જિલ્લામાં સારા પ્રમાણમાંં ઘઉંનું વાવેતર જોવા મળી રહ્યું છે, ત્યારે ખેડૂતોને સારા (Amreli district rabi crop Sowing) ભાવ મળે તેવી આશા સેવી રહ્યા છે. હાલ ઘઉંના પાકનું વાવેતર કરતા ખેડૂતોને પાકમાં સારું ઉત્પાદન થાય તેવું જણાય રહ્યું છે. અમરેલીમાં કુલ 1,67,000 હેકટરમાં શિયાળું પાકનું વાવેતર જોવા મળી રહ્યું છે શિયાળો શરૂ થતાં પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું છે. ખેડૂત જો આવનારા દિવસોમાં પાક ઉત્પાદન પણ સારું મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. (wheat Plantation in Amreli)
આ પણ વાંચો રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી
ત્રણ પાકોનું જિલ્લામાં વાવતેર અમરેલી જિલ્લામાં આ વર્ષે સારા વરસાદને કારણે રવિ પાકનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. 1,67,000 હેકટરમાં વાવેતર જિલ્લાભરમાં થયું છે. જેમાં 88 હજાર હેકટરમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે. સાથે ચણાનો પાક છે જે 86 હજાર હેકટરમાં અને ઘાણાનો પાક છે જે 12 હજાર હેકટરમાં નોંધાયેલો છે. આમ આ ત્રણ પાકોનું આ વર્ષે ખેડુતોએ વાવેતર કર્યું છે, ત્યારે ઘઉંના પાકમાં હાલમાં સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતો હાલમાં પીયત અને ખાતરનું પુરતા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે અને ઘઉંની હાલ પરિસ્થિતિ પ્રમાણે સારું જોવા મળે છે. (Farming in Amreli)
આ પણ વાંચો પાણીની અછત વચ્ચે હારીજમાં સૌપ્રથમવાર બટાકાનું વાવેતર, બાગાયતી ખેતી તરફ ખેડૂતોની પાપા પગલી
ખેડૂતોનું શું કહેવું છે અમરેલી શહેરના ખેડુતોના જણાવ્યા પ્રમાણે હાલમાં (Wheat production in Amreli district) ઘઉં સારા જોવા મળે છે. પણ ખેતીવાડીમાં રાત્રેના સમયે જ વીજળી આપવામાં આવે છે અને રેઢિયાળ ભુડના ત્રાસને કારણે ખેડૂતોના પાકને નુકસાન થતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. જેથી રાત્રેના ખેતીવાડીમાં પાવરને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી જોવા મળે છે. ખેડૂતો ઘઉંનો ભાવ સારો મળે તે આશા સેવી રહ્યા છે. (Wheat cultivation in Gujarat)