લાઠીના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા દ્વારા બનાવામાં આવેલ નારાયણ સરોવરનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાથી પાણીથી છલોછલ ભરાયું હતુ.
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન એ સરોવરમાં વોટર સ્પોર્ટ્સ બોટની સવારી કરી હતી. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં લાઠીના આસપાસના લોકોને પાણીની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ખેડૂતોને પણ પાણીની સમસ્યા નહીં રહે. તેમજ તળાવો ઊંડા કરી જળસંચયથી દુકાળનો સામનો લોકો માટે હવે ભૂતકાળ બની જશે. પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા વધારી ગુજરાતનું યુનિક કામ થયું છે. તેમાનું એક ઉમદા કામ સવજી ધોળકિયા એ કરેલ છે જેના કારણે આજુબાજુ ના 20 ગામોને ફાયદો થશે.