રાજુલાની ઘાતરવાડી નદીનો આ પુલની બંને બાજુની સિમેન્ટ કોન્ક્રીટની રેલીંગ ટુટીને નીચે પડી ગઈ છે. નદીમાં સ્લેબના રેલિંગના ગાબડા જોવા મળે છે, તો પુલ પણ આખો જર્જરીત બનીને પડી જવાની અણી પર ઉભો છે. રાજુલા ઔદ્યોગિક ઝોન છે અને પીપાવાવ પોર્ટથી અનેક કંપનીઓ રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા પર હોવાથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે.
આસપાસના ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ બસો પણ આ ઘાતરવડી નદીના જર્જરીત પુલ પરથી પસાર થાય છે. ત્યારે જોવું રહ્યું કે, મોતના બનેલા પુલ પરથી જો અનાયાસે અકસ્માત સર્જાઈ તો નીચે પડે તેના કુરચે કુરચા નીકળી જાય તેમ છે. સાથે જ વાહનમાં સવાર વ્યક્તિઓની હાલત શું થાય તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી સ્કૂલ બસના ડ્રઈવરો પણ આ જર્જરીત પુલ પરથી નીકળતા થરથર કાંપી રહ્યા છે.
પુલની અતિ જર્જરીત હાલત અને હજારો લોકોને દરરોજ મોતનો ભય સતાવતો હોવા છતાં તંત્ર હજુ સુધી ઘાતરવડીના 30 જેટલા પુલના ગાળાઓ પર મરામત કરાતી નથી. ત્યારે અધિકારીઓ તો પુલને સારી સ્થિતિમાં હોવાના બણગા ફૂંકી રહ્યા છે. સરકાર દ્વારા રાજુલાથી સાવરકુંડલા સુધીના માર્ગ પર 52 કરોડના ખર્ચે 4 મેજર બ્રીઝ અને 17 માઇનોર બ્રીઝની મંજૂરી મળી ગઈ હોવાનું અમરેલી માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું.