અમરેલી: ધારી હિંખીમડી પરાના ધોળીયા ઘુનામા નાહવા પડેલા ઇટોળીયા જીજ્ઞેશ ઉં. 12 અને પરમાર રોહિત રાજુભાઇ ઉં. 11 બંન્ને બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.

આ અંગે જાણ થતા પરિવારજનો સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બન્ને બાળકોના મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસે આંગળની કાર્યવાહી હાથ ધરી છે.