અમરેલી: હવે તો ગામડામાં પણ ચોરી થવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અમરેલીમાં પણ ચોરીનો કેસ સામે આવ્યો છે. જેમાં મોટા આંકડીયા ગામમાં ત્રણ જેટલા મકાનમાં ચોરી કરનાર ગેંગ ફરી રહી છે. અહીં પંકજભાઈ ચંદુભાઇ ટાકોદરા પોતાના બંધ મકાનમાં થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. બંધ મકાનમાં રોકડ રકમ 64500, સોનાની 5 નંગ વીંટી, સોનાના ચેઇન સોનાના પેન્ડલ નંગ 3,10 ગ્રામ સોનાના બિસ્કીટનો ટુકડો,ચાંદીના સિક્કા મળી 1,99,00 ના મુદામાલ ચોરી થઈ ઉપરાંત અન્ય હાર્દિકભાઈ સેજાણીના મકાનમાં પણ 40 હજારની ચોરી હીરાલાલ પાનસૂરિયા મકાનમાં પણ તસ્કરો કેટલાક મુદામાલ ચોરી કરી ગયા છે.
સીસીટીવી કેમેરામાં કેદ: રહેણાંક મકાનમાં ચોરી કરનાર ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થતા સીસીટીવીના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે. અહીં તસ્કરોની આખી ટુકડી ઉતરી હોવાનો ગામડામાં ગણગણાટ ચાલી રહ્યો છે. 1 ઇસમ ચોરી કરવા જાય છે. તો બીજો ઇસમ ગેટ પાસે ઉભો રહી કોઈ આવી જ જાય તેનું મોઢે બાંધી ધ્યાન રાખી રહ્યો છે. બુકાનીધારી બનીને ચોરી કરી ગુન્હાનો અંજામ આપી રહ્યાં હોય તેવા સીસીટીવીમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે હજુ સુધી એક પણ તસ્કરો પોલીસ ઝડપી શકી નથી. જેના કારણે ગ્રામજનમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
આતંકથી ભયનો માહોલ: અગાઉ મંદિરની ચોરીનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્યાં ફરી લાખોની ચોરી અગાઉ થોડા દિવસો પહેલા આ મોટા આંકડીયા ગામમાં આઈ ખોડિયાર માતાજીના મંદિરમાં 3.5 કિલોના 3 છતર ચોરી માતાજીના મંદિરમાં થઈ હતી. ઝાંઝર અને કંદોરા સોનું ધાતુ મંદિરની દાનપેટીમાં મળેલી રકમ કુલ 2 લાખ ઉપરાંતની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હજુ તે પણ ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી તસ્કરો એકજ ગામમાં રાત્રીના 3 મકાનો ટાર્ગેટ બનાવી ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો આતંકથી ભયનો માહોલ ઉભો થયો છે.