અમરેલીમાં જાહેર સભા સંબોધતા PM મોદીએ કહ્યું કે, દેશના 125 કરોડ લોકોનો મારા પર અતૂટ અવિશ્વાસ રહ્યો છે. જે કોઈ નિર્ણયો કર્યા છે તે આપના આશિર્વાદથી કર્યા છે. મારી આ જાહેરસભા નહીં પરંતુ મારી આ ધન્યવાદ સભા છે. મેં પાછલા પાંચ વર્ષમાં જે પણ કોઈ નિર્ણય કર્યા છે તેમાં કઠોર નિર્ણંય પણ હતા, દેશના ગરીબમાં ગરીબ લોકોનો ખ્યાલ હતો, સાથે સાથે દેશના યુવાનોના સપના પણ ધ્યાનમાં હતા.
-
PM Shri @narendramodi addresses public meeting in Amreli. #EveryVoteForModi https://t.co/AN8NB6wbjy
— BJP Gujarat (@BJP4Gujarat) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">PM Shri @narendramodi addresses public meeting in Amreli. #EveryVoteForModi https://t.co/AN8NB6wbjy
— BJP Gujarat (@BJP4Gujarat) April 18, 2019PM Shri @narendramodi addresses public meeting in Amreli. #EveryVoteForModi https://t.co/AN8NB6wbjy
— BJP Gujarat (@BJP4Gujarat) April 18, 2019
આ ઉપરાંત તેમણે કહ્યું કે ગુજરાતે મને ઘડ્યો અને લાલન પાલન કર્યું. ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે સૌથી લાંબો સમય તમારી સેવા કરવાનો મને મોકો મળ્યો છે. તમારા અને મારા વચ્ચે એક પ્રકારનો ઘરોબો બની ગયો છે. ગુજરાતી તરીકે તમારો તો મારા પર અન્ય લોકો કરતા વિશેષ અધિકાર રહ્યો છે. તમારા આશિર્વાદથી પાકિસ્તાનનો ખેલ પાડી દીધો. ગરીબ જીંદગીનો ખ્યાલ રાખ્યો છે. આજે હું નાગરિકોને ધન્યવાદ કહેવા માટે આવ્યો છું. ચાલીસ વર્ષ પહેલા નર્મદા યોજના તૈયાર થઈ હોત તો ઉત્તમ શહેર બન્યુ હોત.
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટી હવે ડુબવા બેઠી છે, ડુબતા લોકોના હાથમાં દેશ ન અપાય. દેશમાં 40 સીટ પર આવી ગઈ હોય તેવી પાર્ટીના હાથમા દેશ ન દેવાય. સરદાર સરોવર યોજનાં કાઢવાનું કામ કોંગેસે કર્યું છે. ગુજરાતને કોંગ્રેસે તરસ્યુ રાખ્યું છે. આજે પાણી પહોંચવા લાગ્યું. સમાજમા વિખવાદ થાય એ કોંગેસ રીતિ નીતિ રહી છે.
સરદારના નામે રાજકારણ કરનારા લોકો સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લીધી નથી. 12 લાખ લોકોએ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લીધી પરંતુ એક પણ કોંગ્રેસ નેતા ત્યાં ગયા તેનો ફોટો જોયો નથી. કેટલાક કોંગ્રેસના નેતાઓએ સ્ટેચ્યું ઓફ યુનિટીને કબાડો કહ્યું આવુ કહેનારાઓ ને ક્યારેય મત અપાય નહીં.
વધુમાં તેમણે કહ્યું કે સુરત, અક્ષરધામ, અમદાવાદ, મુંબઈ અનેક સ્થળોએ બૉમ્બ ધડાકા થતા હતાં. પાંચ વર્ષમાં એક ધડાકાનો અવાજ આવ્યો છે?
વધુમાં તેમણે જાહેરાત કરતા કહ્નયું કે નવી સરકાર બને એટલે પાણી મંત્રાલય બનાવાશે. માછીમારો માટે પણ અલગ મંત્રાલય બનાવવામાં આવશે.
21 એપ્રિલે ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. ત્યારબાદ 22 એપ્રિલે ગાંધીનગરમાં રાત્રિરોકાણ કરશે. જ્યારે 23મી એપ્રિલની સવારે તેઓ રાણીપ ખાતે આવેલા કેન્દ્રમાં મતદાન કરીને આગળ કાર્યક્રમો માટે રવાના થશે.