અમરેલી: અમરેલી જિલ્લો એટલે કે ડાલામથ્થા ગીર કેસરી સિંહનું રહેણાંક. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહની દેખાદેવી એ કોઈ નવી વાત રહી નથી. જોકે ઉનાળો આવતા જ સિંહના રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા વધારે થઈ જાય છે. ઉનાળામાં પાણી અને ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી અને રેહેણાક વિસ્તારોમાં દેખા દેતા જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને ગીર કેસરી સિંહના સીસીટીવી વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વિડીયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામમાંથી સામે આવ્યો છે.
મોરજરમાં હાવજ: મોરજર ગામના વીડિયોમાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ડાલામથ્થો સાવજ આંટાફેરા દઈ રહ્યો છે. સિંહના આવવાના અને જવાના આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. ઉનાળાની ઋતુઓના પગરવ થઈ ગયા છે ત્યારે શક્યતા છે કે આ સાવજ પાણીની શોધમાં ગામ નજીક આવ્યો હોય. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. અમરેલી જિલ્લામાં સિંહના આવા વિડીયો સિંહોના એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. સિંહના વિડિયો એ વન્ય રસિકોમાં ખૂબ વાયરલ થતા હોય છે.
દેશનું ગૌરવ: ઘણી વખત ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના અને અને લોકોના આમને સામને દર્શન પણ થઈ જતા હોય છે. જોકે આવી સ્થિતિમાં સિંહની પજવણી કરવીએ વન્ય કાયદા અનુસાર ગુનો બને છે. સિંહએ ભારત દેશનું ગૌરવ છે. ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે.એશિયાઈ સિંહોનું સંવર્ધન કરવું એ સૌ કોઈની ફરજ છે.
રહેણાંક વિસ્તાર: ઘણી બધી વખત સિંહ દીપ અને દીપડા સહિતના અન્ય રાની પશુઓ રહેણાક વિસ્તારોમાં આવી જતા હોય છે. આવી સ્થિતિમાં ગભરાવાની સહેજ પણ જરૂર નથી. વન વિભાગ દ્વારા પ્રાણીઓના રેસક્યુ માટે તેમજ નાગરિકોની મદદ માટે એક હેલ્પલાઇન કાર્યરત છે. તો તમારા વિસ્તારની આસપાસ પણ કોઈ આવા સિંહ અથવા દીપડા સહિતના કોઈપણ પ્રાણી આવી જાય તો વન વિભાગ નો 1926 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકાય છે.