અમરેલી: ગઈ કાલે અમરેલીમાં ઇફકોના ચેરમેન બનેલા દિલીપ સંઘાણીનો સત્કાર સમારોહ (Reception Ceremony in Amreli) યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન પરષોત્તમ રૂપાલાની સાથે રાજ્ય સરકારના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને અન્ય અગ્રણીઓ જોડાયા હતા, ત્યારે આજે રાઘવજી પટેલ કોરોના સંક્રમિત (Agriculture Minister Raghavji Patel Corona Positive) થયા છે. રાઘવજી પટેલ ટ્વિટરના માધ્યમથી તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરવાની સલાહ આપી છે.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર હતા
આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની સાથે પ્રદેશ અને અમરેલી જિલ્લાના નેતાઓ (BJP Leaders Present in Amreli) હાજર રહ્યા હતા. હવે જ્યારે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા છે. આવી પરિસ્થિતીમાં તેમની સાથે રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનોની સાથે સહકારી અગ્રણીઓ પણ કોરોના સંક્રમિત થયા છે કે કેમ તે હવે આગામી સમય બતાવશે.
સત્કાર સમારંભમાં કેન્દ્રીય ડેરી વિકાસ પ્રધાન સહિત અનેક અગ્રણીઓ હાજર
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અમરેલીમાં આયોજિત સત્કાર સમારંભમાં કેન્દ્રિય પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન પરસોતમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. તેમજ રાજ્ય સરકાર પ્રધાન આર.સી. મકવાણા GCMMFના ચેરમેન શામળ પટેલ, ગુજરાત રાજ્ય સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ, ગુજરાત જમીન વિકાસ બેન્કના ચેરમેન ડોલર કોટેચા, અમરેલીના સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો પણ સત્કાર સમારોહમાં હાજર જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ જૂનાગઢ અને પોરબંદર બાદ હવે અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસોમાં થયો વધારો
નેતાઓ રાજકીય અને સામાજિક મુલાકાતે
હવે આજે રાઘવજી પટેલ કોરોના સંક્રમિત આવ્યા છે, ત્યારે તેમની સાથે હાજર રહેલા અન્ય નેતાઓ કોરોના સંક્રમિત થયા છે કે કેમ ચિંતાઓ ઉભી થઈ રહી છે. સાથે સાથે ગઇ કાલના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ અગ્રણીઓ હજુ કેટલી જગ્યા પર રાજકીય અને સામાજિક મુલાકાતે જશે? જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો આ તમામ અગ્રણીઓ ક્યાકને ક્યાક મુલાકાતે જશે તો કોરોનાનું સંક્રમણ કેટલું ફેલાઇ શકે છે કે કેમ તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ ધારીનું ભાજપ સંગઠન ગ્રુપ રંગાયું અશ્લીલતાના રંગમાં, પોસ્ટ થયો અશ્લીલ વીડિયો