અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલ આ નાનકડું ગામ ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાય છે. આજે જ્યારે ગામડાઓ ભાંગતા જાય છે, ત્યારે સુરતમાં હીરા ઉદ્યોગમાં સ્થાઈ થયેલ ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ પોતાના વતન રાફળાને એક અનોખી ઓળખ આપી છે. રફાળા ગામને એક જ રંગે રંગી ગામને અને ગામના લોકોમાં જ્ઞાતિ જાતીના ભેદને ભુલાવ્યો છે.
આ ગામમાં ઇન્ડિયા ગેટ, સરદાર ગેટ, ગાંધી ગેટ, લાડલી ગેટ તેમ સાત ગેટ આવેલા છે. ગામમાં પ્રવેશ કરતા જ ભારતમાતાની મૂર્તિ, મુખ્ય શહીદ સ્મારક ચોક, તદ્ઉપરાંત "વંદે માતરમ" અને "જય હિંદ" ની ઝાંખી ઉભી કરે છે. જાતિ ભેદભાવ ભૂલીને મંદિર અને પીરાણાના પણ જીર્ણોદ્ધાર જોવા મળે છે. સુખી પરિવારોને દુઃખના દરિયામાં નાખતું વ્યસન મુક્તિ માટે પણ વેગ આપતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ગામમાં જન્મેલી દીકરીઓ માટે 1999 થી એક લાડલી ભવન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં દીકરીઓના ફોટા સાથે એક મ્યુઝિયમ પણ જોવા મળે છે.
તદ્ઉપરાંત અહીંથી સરકારને ઘણી વાર રજુઆત કરવા છતાં પણ, સરકાર જાણે બહેરી હોય તેમ એર કંડીશનર બસ સ્ટેશન હોવા છતાં હજુ સુધી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. અહીં નેતાઓ ઘણી વખત આવે છે અને ગામના બે મોઢે વખાણ પણ કરે છે, અહીંના લોકોની પાયાની જરૂરિયાતથી અજાણ હોય તેમ ચાલ્યા જાય છે.