અમરેલી: અમરેલી નજીકના ઈશ્વરીયા ગામે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુપ્રસિધ્ધ કથાકાર શ્રી મોરારીબાપુના હસ્તે 'મદદ' ઈશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ (School Inauguration In Amreli) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલા, મથુરાના સાંસદ હેમા માલિની, શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકોને સુપોષિત કરવા માટેની ઝુંબેશ પ્રારંભ- અમરેલી જિલ્લાના કુપોષિત બાળકો (Malnourished children In Amreli)ને સુપોષિત કરવા માટેની ઝુંબેશનો આજથી કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ પૃષ્ટીમાર્ગના પ્રણેતા વલ્લભાચાર્યના પ્રાગટ્યોત્સવ નિમિત્તે શુભારંભ કરાવ્યો હતો. પ્રાથમિક શાળાના લોકાર્પણ બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel In Amreli) તથા અન્ય મહાનુભાવોએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી તથા ગામના પ્રસિદ્ધ ઈશ્વરીયા મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા.
ગુજરાતમાં વિકાસની રાજનીતિ PM મોદીની મોદીની ભેટ- મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ (Education In Gujarat), સ્વાસ્થ્ય (Health In Gujarat) અને સુરક્ષા (Safety And Security In Gujarat) ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાયકવાડ વખતની શાળાનું નવીનીકરણ કર્યા બાદ લોકાર્પણ કરતા ગૌરવની લાગણી અનુભવતા મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની રાજનીતિ (Development politics in Gujarat) કરવાની અનોખી પ્રણાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભેટ છે. મુખ્યપ્રધાને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને સહિયારા પ્રયાસથી રાજ્યમાં ગામના વિકાસ (Development Of Villages) માટે ગામનો સ્થાપના દિવસ, શાળાનો સ્થાપના દિવસ, ખેત તલાવડી, તળાવ, જળસંચય વગેરે જેવા કાર્યો ગ્રામ્ય કક્ષાએ વિકાસ ઉત્સવ થકી ઉજવણી થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવા અપીલ- CM ભૂપેન્દ્ર પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ (azadi ka amrut mahotsav) પ્રસંગે પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. મુખ્યપ્રધાને શિક્ષણ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ માટે જ્ઞાન રૂપી દેવી અને નદી રૂપી દેવી સરસ્વતી વ્યક્તિને સર્વ દોષોમાંથી મુક્તિ અપાવે છે. મદદ સંસ્થા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, મદદ કરવા માટે કોઇને કહેવું અને મદદ કર્યા પછી કોઇને કહેવું તો એ મદદ નથી. આમ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને મદદ ટ્રસ્ટે ચરિતાર્થ કર્યું છે.
મોરારી બાપૂએ આદર્શ ગામ પ્રસ્થાપિત કરવા કર્યા સૂચનો- ઇશ્વરીયા પ્રાથમિક શાળા (ishwariya primary school gujarat)નું લોકાર્પણ કરતાં પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ જણાવ્યું હતું કે, સરસ્વતી માણસને દોષ મુક્ત કરે છે. તે લુપ્ત નથી, પરંતુ ગુપ્ત હોય છે. શિક્ષણ શિક્ષા ન રહે પરંતુ વિદ્યાનું રૂપ બને. મોરારીબાપુએ ઇશ્વરીયા ગામ સહિત સમગ્ર ગુજરાતમાં આદર્શ ગામ (Ideal village in Gujarat) તરીકે પ્રસ્થાપિત કરવા માટે દરેક ગામમાં પાઠશાળા, ગૌ શાળા, વ્યાયામ શાળા, ધર્મ શાળા, ભોજન શાળા, આરોગ્ય શાળા અને પ્રયોગ શાળા હોવા પર ભાર મુક્યો હતો.
ગુજરાતને 'ભદ્રપુરુષ' મુખ્યપ્રધાન મળ્યા- મોરારીબાપુએ ગુજરાતની શાળાઓની સુવિધા અને શિક્ષણ (School facilities and education In Gujarat) અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત જેવી પ્રાથમિક શાળાઓ બીજા પ્રાંતોની હાઇસ્કુલોથી ઉત્તમ તથા ગુજરાત જેવી હાઇસ્કુલો અન્ય પ્રાંતોની કોલેજોથી પણ ઉત્તમ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંગે મોરારી બાપુએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યને મૃદુ અને મક્કમ મુખ્યુપ્રધાન જ નહીં પરંતુ ભદ્રપુરુષ મુખ્યપ્રધાન મળ્યા છે જે જમીન સાથે જોડાયેલા છે. મોરારી બાપુએ ઇશ્વરીયા પ્રાથમિક શાળાના પુનઃનિર્માણના સહયોગી દાતાઓને બિરદાવ્યા હતા.
કુપોષણ જાગૃતિના અભાવે થાય છે- મોરારીબાપુએ સરદાર વલ્લભભાઇ પટેલના સાન્નિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા કોલોની ખાતે રામકથા (Ram katha At Statue of Unity) કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો. આ તકે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ શાળાના પ્રારંભ સાથે કુપોષણ સામે ઝુંબેશ શરૂ કરી છે. કુપોષણ એ ભોજનના અભાવના કારણે નહીં પરંતુ જાગૃતિના અભાવે થાય છે. કુપોષણને ખતમ કરીને બાળકોને સુપોષિત કરવા માટે યોગ્ય કાળજી અને જાગૃતિની જરૂર છે.
મજબૂત અને સ્વસ્થ દેશના નિર્માણ માટેની યોજના- તેમણે વધુમાં જણાવ્યું કે, તંદુરસ્ત બાળકો સ્વસ્થ નાગરિક બનીને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યની સુખાકારી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મા-કાર્ડ યોજના શરૂ કરાવી અને દેશની જનતા માટે આયુષ્યમાન કાર્ડ આપીને મજબૂત અને સ્વસ્થ દેશના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. શાળાના લોકાર્પણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મથુરાના સાંસદ હેમા માલિનીએ દિકરા-દીકરીના ભેદભાવ દૂર કરીને બાળકોને પોષણયુક્ત આહાર, સંસ્કાર અને ધર્મ અંગેનું શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.
ગુજરાતમાં શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ અપાઈ રહ્યું છે- આ પ્રસંગે સાંસદ હેમા માલિનીએ પશુપાલન વિભાગના કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાને પશુઓ પ્રત્યેની હિંસા અને દુર્વ્યવહાર અટકાવવા યોગ્ય પગલાં લેવા સૂચન કર્યું હતું. શાળાના લોકાર્પણ પ્રસંગે શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધા કરી શકે તેવું શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ ગુજરાતમાં અપાઇ રહ્યું છે. ઇશ્વરીયા ગામની આ પ્રાથમિક શાળા પોતાની અલગ જ છાપ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દાતાઓનું સન્માન કરવામાં આવ્યું- આ પ્રસંગે અમરેલી તાલુકામાં યોજાયેલી તંદુરસ્ત બાળક સ્પર્ધામાં વિજેતા કુલ 18 બાળકોને કથાકાર મોરારીબાપુ અને સાંસદ હેમા માલિનીના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઈશ્વરીયા પ્રાથમિક શાળાના નવનિર્માણમાં ખુલ્લા મને ફાળો આપનારા તમામ દાતાઓને શાલ ઓઢાડીને અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યકક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી. મકવાણા, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલીયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિન સાવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિક વેકરીયા સહિતના અનેક મહાનુભાવો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.