ETV Bharat / state

PGVCL કચેરી સામે ધારણા પ્રદર્શન કરતા સાવરકુંડલાના ધારાસભ્ય (Savarkundla MLA) ની કરાઇ અટકાયત

સાવરકુંડલા તાલુકાના વિજપડીમાં વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં હજી પણ વિજળીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે વિજપડી (Vijpadi) ગામની PGVCL કચેરી (pgvcl office) સામે ધારાસભ્ય દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

PGVCL કચેરી સામે ધારણા પ્રદર્શન કરતા સાવરકુંડલાના ધારાસભ્ય (Savarkundla MLA) ની કરાઇ અટકાયત
PGVCL કચેરી સામે ધારણા પ્રદર્શન કરતા સાવરકુંડલાના ધારાસભ્ય (Savarkundla MLA) ની કરાઇ અટકાયત
author img

By

Published : Jun 22, 2021, 12:36 PM IST

  • સાવરકુંડલામાં ધરણા પર ઉતરેલા ધારાસભ્ય(Savarkundla MLA)ની કરાઇ અટકાયત
  • સાવરકુંડલાના ધારાસભ્યએ PGVCL સામે ધારણા કરતા પોલીસે કરી અટકયાત કરી
  • સાવરકુંડલા પોલીસ પહોંચી હતી ધરણા સ્થળ પર

અમરેલીઃ જિલ્લામાં વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં હજી પણ વીજ કંરટનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે સાવરકુંડલા તાલુકાના વિજપડીમાં લાઇટની સમસ્યાને લઇને ધારાસભ્ય (Savarkundla MLA)પ્રતાપભાઈ દુધાત દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિજપડી ગામની PGVCL કચેરી (pgvcl office)સામે ધારાસભ્યએ પ્રતાપ દૂધાત દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે પોલીસ પહોંચી ગઈ હતી અને ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી. ધારસભ્યની અટકાયત ન કરવારવામાં આવતા ખેડૂતો અને રહિશોમાં રોષ જોવા મળ્યો હતો. રોષના કારણે પ્રજા દ્વારા ઉર્જાપ્રધાન હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પાટણમાં કોંગ્રેસના ધરણા

લાઇટ ન આવવાથી ખેડૂતોમાં રોષ

તૌકતે વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં મોટાભાગે ખેતીવાડીની લાઈટ હજી પણ આવી નથી અને હજી પણ વધારે દિવસો લાગી શકે તેવુ PGVCL દ્વારા જણાવવામાં આવ્યું રહ્યુ છે, ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલુ હોય અને વરસાદ પડી રહ્યો છે. તેવામાં ખેતીમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વીજળી ખેડૂતો માટે અતિ જરૂરિયાત બની છે પરંતુ લાઇટ ન મળવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અગાવ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જિલ્લા કલેક્ટર સહિત PGVCLના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી રજૂઆતો કરવા છતાં કોઇ હલ આવ્યો ન હોવાથી આં ધરણાં કરવા પડ્યા હતા.

આ પણ વાંચોઃ તાપીમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈ ધરણા પ્રદર્શન

વિજપડીમાં ધારાસભ્યના ધરણા

લાઇટની સમસ્યાનું નિરાકરણ ન આવતા ધારાસભ્ય પ્રતાપ દૂધાતે વિજપડી ગામ ખાતે ખેડૂતો સાથે PGVCL સામે ધરણા શરૂ કર્યા હતા. બાદમાં સાવરકુંડલા પોલીસ ધરણા સ્થળ પર પહોંચી હતી અને ધારાસભ્ય પ્રતાપ દુધાતની અટકાયત કરી સાવરકુંડલા પોલીસ (Savarkundla Police)સ્ટેશન લઈ જવાયા હતા.

ભાજપ હાય હાયના સુત્રોચાર કર્યા

પોલીસ દ્વારા ધારાસભ્ય પ્રતાપ દુધાતની અટકાયત કરવામાં આવતા ખેડૂતો અને કોંગ્રેસ સમર્થકો વિફર્યા હતા. સમર્થકો અને ખેડૂતોઓ અટકાયતના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા અને ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા અને ભાજપ અને ઉર્જાપ્રધાન હાય હાયના નારા લગાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.