અમરેલી: સમગ્ર અમરેલીમાં રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા અમરેલી શહેરના જાહેર માર્ગો પર સુરક્ષા સાથે ફરી હતી. જેમાં મુસ્લિમ ભાઈઓએ પણ આસ્થા સાથે ભાગ લીધો હતો. જેમ જેમ યાત્રા આગળ વધી રહી હતી. એમ સ્થાનિકો દર્શન કરવા માટે આવતા હતા. જોકે, કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે પુરતો પોલીસ બંદોબસ્ત લાગુ કર્યો હતો.
આ પણ વાંચો: Ramadan 2023 : રમઝાનના પર્વને લઈને બજારમાં રોનક, પરતું વેપારીઓનો માહોલ નરમ
શોભાયાત્રા કરી ઉજવણી: આજ રોજ સમગ્ર ભારતમાં જ્યારે રામ નવમી તહેવારની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ તહેવાર ચૈત્રી નવરાત્રિના ના નવમા દિવસે ઉજવામાં આવતો તહેવાર એટલે રામ નવમી પૌરાણિક કથાઓ અનુસાર વિષ્ણુભગવાન ના અવતાર રામ સ્વરૂપે લીધો હતો. અમરેલી જિલ્લાભરમાં શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી. ઠેર ઠેર લોકો એ રામનવમી ની ઉજવણી કરવામાં આવેલ આમ રામ નવમી તહેવાર નિમિતે વડીયા શહેરમાં અલગ દ્ર્શ્યો જોવા મળ્યા હતા.
કોમી એકતાના દર્શન: જેમાં હિન્દૂ મુસ્લિમ સાથે મળીને તહેવારની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા એકતાનુ પ્રતીક જોવા મળી આવ્યું હતું. વડીયા શહેરની મુખ્ય બજારોમાં હિન્દૂ મુસ્લિમ યુવાનોએ યોજી બાઇક રેલી મુખ્ય માર્ગો પર જય શ્રીરામના નારા સાથે હિન્દૂ મુસ્લિમ યુવાનોએ યોજી બાઇક રેલી માં જોડાયા હતા. ગાંધીચોક રામજી મંદિરથી સમગ્ર શહેરમાં યોજી બાઇક રેલીમાં જોડાઈ હતી. આ રેલીમાં રામનામના પડઘા પડતા હતા. સૌ રામભક્તોએ આ રેલીમાં આસ્થા ભેર ભાગ લીધો હતો. દેશ અને દુનિયામાં અધર્મનો નાશ કરવા અને સમાજમાં એક સત્યના અસ્તિત્વને સાબિત કરવા માટે રામજન્મ થયો હતો.
રામાયણના પ્રસંગો: નારાથી શહેર ગુંજી ઉઠ્યું હતુંહિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. રામ એટલે એક સંપૂર્ણ પરિવારના માણસ તરીકે જન્મ લઈને પુત્ર, ભાઈ, પતિ અને રાજા તરીકે કેવી રીતે જીવવું જોઈએ એ દરેક વાતની શીખ રામાયણના જુદા જુદા પ્રસંગોમાં મળી આવે છે.
આ પણ વાંચો: Ambaji Temple: 400 વર્ષમાં માતાજીએ બે વાર કુમકુમના પગલાં પાડ્યા, મંદિર પ્રત્યેની ભક્તોની લાગણી વધી
ફટાકડા ફોડી ઉજવણી: છેલ્લા 8 થી 10 દિવસથી વડીયા શહેરમાં આવેલ કૃષ્ણપારા વિસ્તારના ગાંધીચોક ખાતે રામજી મંદિરે હિન્દૂ મુસ્લિમ યુવાનો દ્વારા રામનવમીની તૈયારીઓ થઈ રહી હતી. આજે વડીયા શહેરમાં હિન્દૂ મુસ્લિમ યુવાનો દ્વારા એટલે કે ગાંધીચોક યુવા ગ્રુપ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારથી જ રામજી મંદિરે યુવાનોએ પ્રસાદ અને ફટાકડાથી આતશબાજી કરી હતી.
રામ જન્મ થયો: બપોરે 12 કલાકે રામજી મંદિરે આરતી સમયે ગ્રામજનોએ દર્શનનો લહાવો લીધો બાદ હિન્દૂ મુસ્લિમ યુવાનોએ શહેરમાં બાઇક રેલી નું આયોજન કર્યું અને રાત્રીના સમયે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે ત્યારે વડીયા શહેરમાં હિન્દૂ કે મુસ્લિમ કોઈ તહેવાર હોઈ તો સાથે મળીને ઉજવાય છે ત્યારે આ નવયુવાનોએ દેશમાં હિન્દૂ મુસ્લિમ એકતાનો સંદેશો આપીને એકતાનું પ્રતીક વડીયા શહેર બતાવ્યું છે.