અમરેલીઃ અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેને કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.
આજે સોમવારે બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને કારણે ધારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું.
વાવાઝોડાના કારણે મહાકાય વૃક્ષો ધરાશયી થયા હતા, તેમજ હોર્ડીગ અને છાપરાઓ પણ ઉડ્યા હતા. ભારે પવન ફુંકાતા કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.