કેન્દ્રના રાજ્ય કૃષિપ્રધાન પુરુષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજ દિવસ સુધી ભારત એક એવો દેશ હતો જે સૌથી વધુ ટેક્સ ઉઘરાવતા દેશોની યાદીમાં સામેલ હતો. પરંતુ, હાલમાં જ કરવામાં આવેલા ફેરફાર બાદ હવે ભારત સૌથી ઓછો ટેક્સ ઉઘરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે.
સાથે જ અતિવૃષ્ટિની સ્થતિ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા રૂપાલાએ જણાવ્યું હતું કે, હાલમાં કોઈ જગ્યાએ લીલા દુષ્કાળ જેવી સ્થતિ નિર્માણ પામી નથી. તેમ છતાં પણ એવી કોઈપણ સ્થતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સરકાર સાથે સંપર્કમાં જ છે. જો કે, ભારે વરસાદના કારણે જમીન ધોવાણ અને કેટલાક વિસ્તારોમાં પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. જેની સ્થિતિ અંગે સરકાર દ્વારા વિચાર કરવામાં આવશે.