રાજ્યની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી બેઠક એટલે અમરેલી લોકસભાની બેઠક જેમાં બે ટર્મના સાંસદ નારણ કાછડીયાને પછાડવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સેનાએ મીડિયા વોર રૂમ શરૂ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ સામે મીડિયા યુદ્ધ શરૂ કર્યું છે. ટ્વીટર, ફેસબુક, અને વોટ્સએપ પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ગ્રામ્ય વિસ્તારોમાં થતી જાહેર સભાઓ, કોંગ્રેસના કરેલા કામો, ભાજપના ત્રણ ત્રણ દિગ્ગજોને આપેલી ધોબી પછડાટ બાદ હવે વારો છે કાછડીયાનો, આવા મેસેજ બનાવીને સોશિયલ મિડિયામાં વાયરલ કરવા મિડિયા વોર રૂમ શરૂ કરીને ભાજપને ભીડવવા યુવા કોંગી કાર્યકરો કામે વળગી ગયા છે.
વિપક્ષ નેતા ધાનાણીને જીતાડવા શરૂ કરાયું મીડિયા વૉર - AMR
અમરેલીઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર રણસંગ્રામ ચાલુ થઈ ગયો છે. અમરેલી બેઠક કબ્જે કરવા વિપક્ષ નેતા પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા કોંગી યુવા કાર્યકર્તાઓએ સ્પેશિયલ મીડિયા વોર રૂમ શરૂ કરીને સોશિયલ મિડિયાના માધ્યમથી કોંગ્રેસે પ્રચાર પ્રસારના યુદ્ધનો આરંભ અમરેલીથી શરૂ કરી દીધો છે.