- સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે અમરેલી
- અમરેલીના સાવરકુંડલામાંથી પસાર થતી નાવલી નદીમાં 2 લોકો તણાયા
- 2 લોકો પૈકી એકનો બચાવ, અન્ય 1ની શોધખોળ યથાવત
અમરેલી: ગુજરાતને ધમરોળનારા વાવાઝોડા તૌકતે સાથે વરસેલા વરસાદે નદીઓમાં પાણીની આવક વધારી છે. જેમાં વાવાઝોડાના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાંથી પસાર થતી નાવલી નદીમાં પાણી વધતા ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. જેમાં સવાર 2 લોકો પૈકી 1ને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 1 હજુ પણ લાપતા છે.
ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો દોડી આવ્યો
નાવલી નદીમાં તણાઈ ગયેલી આ કાર અંગે પોલીસને જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા કારમાં સવાર 2 લોકો પૈકી 1ને બચાવવામાં આવ્યો હતો. જ્યારે મોડીસાંજ સુધી અન્ય એકની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.