ETV Bharat / state

કોરોનાકાળમાં કથાકાર મોરારી બાપુએ 4 તાલુકાને રૂપિયા 1 કરોડ સહાયની કરી જાહેરાત - અમરેલી ન્યૂઝ

અમરેલી જિલ્લાના રાજુલામાં ચાલી રહેલી રામકથામાં મોરારી બાપુએ અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને 1 કરોડ રૂપિયા કોરોના સહાય આપવાની વ્યાસપીઠ પરથી જાહેરાત કરી છે. રાજુલામાં 1 વર્ષ અગાઉ આયોજિત રામકથા કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. જે આજે માત્ર મોરારી બાપુની એકમાત્ર હાજરી વચ્ચે કથા ચાલી રહી છે.

અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને સહાય

author img

By

Published : Apr 23, 2021, 6:36 PM IST

  • રામકથાકાર મોરારી બાપુએ કરી 1 કરોડ રૂપિયાની કોરોના સહાયની જાહેરાત
  • અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને સહાય
  • 23 એપ્રિલે રાજુલામાં કથા દરમિયાન મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કરી જાહેરાત

અમરેલી: રાજુલામાં મોરારી બાપુ રામકથા કરી રહ્યા છે. આજથી એક વર્ષ અગાઉ રાજુલામાં રામકથા ચાલી રહી હતી. કેટલાક દિવસો બાદ કોરોના સંક્રમણને કારણે વર્ષ 2020માં અચાનક આવેલા લોકડાઉનને કારણે આ કથા અધૂરી રહી હતી. જે આજે એક માત્ર વ્યાસપીઠ પરથી મોરારી બાપુની હાજરી અને તમામ શ્રોતાઓની ગેરહાજરી વચ્ચે આ કથા માત્ર મોરારી બાપુ વાંચી રહ્યા છે, ત્યારે કોરોના સંક્રમણ ધ્યાને રાખીને કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી કોરોના સંક્રમણ કાળમાં રૂપિયા 1 કરોડની સહાય જાહેર કરી છે. આ સહાય અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને આપવાની જાહેરાત મોરારી બાપુએ 23 એપ્રિલે રાજુલામાં ચાલી રહેલી રામકથા દરમિયાન વ્યાસપીઠ પરથી કરી છે.

રામકથાકાર મોરારી બાપુએ કરી 1 કરોડ રૂપિયાની કોરોના સહાયની જાહેરાત

આ પણ વાંચો: ગિરનાર પર્વત પર પ્રથમવાર મોરારી બાપુની કથાનું આયોજન, શ્રોતાઓ ઘરે બેઠા સ્મરણ કરશે

અમરેલી અને ભાવનગર જિલ્લાના 4 તાલુકાને 25 લાખ કોરોના સહાય આપશે મોરારી બાપુ

અમરેલી જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તેમજ ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજાને 25 લાખ રૂપિયા પ્રત્યેક તાલુકાને કોરોના સહાય આપવાની જાહેરાત મોરારી બાપુએ 23 એપ્રિલે વ્યાસપીઠ પરથી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જે પ્રકારે મહામારી ખૂબ જ ગંભીર બની રહી છે, ત્યારે પ્રત્યેક લોકોને સહાય પહોંચી વળે તેમ આ સાથે સહાય આપવાનો વિચાર આપ્યો.

આ પણ વાંચો: મોરારી બાપુએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો

સામાજિક સેવા કરતી વ્યક્તિઓને સહાય વિતરણ કરવાનું કાર્ય સોંપાશે

મોરારી બાપુએ જાહેરાત 23 એપ્રિલે વ્યાસપીઠ પરથી કરી છે. આગામી દિવસોમાં યોગ્ય સામાજિક સેવા કરતી વ્યક્તિઓને સહાય વિતરણ કરવાનું કાર્ય પણ સોંપી દેવામાં આવશે. જેને જરૂરિયાત મંદ લોકો સુધી સહાય પહોંચે તેવો ભાવ રામાયણી કથાકાર મોરારી બાપુએ 23 એપ્રિલે વ્યાસપીઠ પરથી વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.