- આરોપીએ 8 લોકોની હત્યા નીપજાવી
- 2004માં ફાંસીની સજા ફટકારાઈ હતી
- આરોપી પેરોલ પર છૂટીને ફરાર હતો
અમરેલીઃ જિલ્લાના રાજુલામાંથી સાધુના નામે આશ્રમ ચલાવી રહેલા એક આરોપીની મેરઠ પોલીસ ધરપકડ કરી છે. આરોપીએ ઓમ આનંદગીરીનું નામ ધારણ કરીને આશ્રમ ચલાવી રહેલા વ્યક્તિએ તેની પત્ની સાથે મળીને તેના સસરા પૂર્વ-ધારાસભ્ય સહિત સાસરી પક્ષના આઠ લોકોની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં 2004ના રોજ ફાંસીની સજા ફટકારાઈ હતી. ત્યારબાદ આ સજા આજીવન કેદમાં બદલાઈ હતી. હત્યામાં તેની પત્ની સોનીયાએ સંજીવની મદદ કરી હતી. આ દરમિયાન તે પેરોલ પર છૂટીને ભાગી ગયો હતો.
સંપત્તિ માટે હત્યા કરવામાં આવી
સંજીવની પત્ની સોનીયાને એવી આશંકા હતી કે તેમના પિતા તેમની બધી સંપત્તિ સુનિલના નામે કરી દેશે. સુનિલ રેલુમાનની પ્રથમ પત્નીનો દીકરો હતો. સોનીયા ઈચ્છતી હતી કે, ફાર્મ હાઉસની આસપાસ આવેલી 46 એકર જમીન તેને મળે પરંતુ સુનિલે તેનો વિરોધ કર્યો હતો. હાલ મેરઠ પોલીસે સાધુના વેશમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.