ETV Bharat / state

સાવરકુંડલામાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ, જુઓ વિશેષ અહેવાલ... - ઇટીવી ભારત

અમરેલીઃ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરોડોના ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજનની સુવિધા આપી છે. પરંતુ આ માસૂમ બાળકો સાથે તંત્રની મીઠી નજર તળે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન મધ્યાહન ભોજન યોજનામાં પીરસાઈ રહ્યું છે. ત્યારે ઇટીવી દ્વારા રીયાલીટી ચેકમાં અમરેલી જિલ્લાના ખોડિયાણા ગામનો જોઈએ ખાસ અહેવાલ...

madhyahan bhojan yojana
author img

By

Published : Jul 28, 2019, 6:21 PM IST

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ખોડિયાણા ગામની પ્રાથમિક શાળામાં 152 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યાં મધ્યાહન ભોજનમાં મેનુ મુજબના ભોજનની જગ્યાએ સંચાલકની મરજી મુજબનું ભોજન પીરસાઈ રહ્યું છે. સરકારી મેનુ મુજબ શુક્રવારે પુલાવ અને સુખડી હોય છે, પરંતુ ખોડિયાણાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નાની બરણીમાં દાળ અને એક અડધી ડોલમાં ભાત પીરસાઈ રહ્યા છે અને તે પણ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું છે.

મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ

આજે 70 વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનમાં જમવાના છે, પરંતુ એક નાની બરણીમાં દાળ અને અડધી ડોલમાં ભાત હોવાથી વિદ્યાર્થીઓને ભરપેટ નામના દાળ ભાત પીરસાઈ રહ્યા છે. પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનનું સંચાલન કરતા અધિકારીએ 1 હજારના પગારમાં રાખેલી વૃદ્ધ મહિલા મધ્યાહન ભોજનની ચીજવસ્તુઓ પોતાના ઘરે રાખે છે અને મધ્યાહન ભોજનના સામાનનો ઓરડો ખાલીખમ છે. ત્યારે મધ્યાહન ભોજન જમતા બાળકો ગરીબ હોવા છતાં સંચાલકો કોન્ટ્રાક્ટ પર અન્ય વ્યક્તિઓને રાખી મહિને એકવાર ઘઉં, ચોખા અને તેલનો ડબ્બો પહોંચાડતા હોય છે.

પ્રાથમિક શાળાના 152 વિદ્યાર્થીઓમાંથી 70થી 80 બાળકો મધ્યાહન ભોજનમાં જમે છે, પરંતુ એક નાની બરણીમાં દાળ અને અડધી ડોલમાં ભાત 70થી 80 વિદ્યાર્થીઓને કેમ પુરા થાય તે એક પ્રશ્ન છે. અમરેલી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં મોટાભાગના સંચાલકો પેટા સંચાલનમાં મધ્યાહન ભોજન કેન્દ્રો સોંપી દેવાતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સાવરકુંડલા મામલતદાર મહોબ્બતસિંહ પરમારે જણાવ્યું હતું કે, મેનુ મુજબ સંચાલન કરવાની સૂચના મામલતદારે ગઈકાલે જ પરિપત્ર કરીને આચાર્ય અને મધ્યાહન ભોજન સંચાલકોને આપી છે. પરિપત્રના બીજા દિવસે જ સંચાલક દ્વારા તંત્રની જરા પણ દરકાર કરાતી ન હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ મામલતદારે ફરિયાદ બાદ જ કડક પગલાં લેવાની વાત કરી હતી.

Intro:એન્કર.....
સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન સહિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થી બાળકોના ભવિષ્ય સાથે ઉચ્ચ ગુણવત્તા મધ્યાહન ભોજન મળી રહે તેમાટે ની સુવિધાઓ કરી છે પણ આ વિદ્યાર્થી બાળકો માટેની સુવિધાઓમાં તંત્રની મીઠી નજર તળે બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો હલકી ગુણવત્તાનું ભોજન મધ્યાહન ભોજનમાં પીરસાઈ છે સરકાર દ્વારા વિદ્યાર્થી બાળકો માટે મેનુ પણ અઠવાડિયાના વાર મુજબ તૈયાર કરવામાં આવ્યું હોવા છતાં મધ્યાહન ભોજન મેનુ મુજબ નહિ પણ સંચાલકની મરજી મુજબનું અને એકદમ હલકી ગુણવતાનું બનતું હોવા છતા તંત્ર ચૂપચાપ તમાશો જોઈ રહી હોવાનુ ઇ ટી.વી. રીયાલીટી ચેકમાં અમરેલી જીલ્લાના ખોડીયાણામાં જોવા મળ્યું હતુંBody:વીઓ-1 આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ખોડીયાણા ગામ.... ખોડીયાણા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ છે ને વિદ્યાર્થીઓ પણ છે 152..... પણ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં મેનુ મુજબનું ભોજનની જગ્યાએ અપાઈ છે સંચાલકની મરજી મુજબનું મેનુ..... આજે શુક્રવાર હોવાથી મેનુમા પુલાવ અને સુખડી પણ ખોડીયાણાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં છે એક નાની એવી બરણીમાં દાળ અને એક અડધી ડોલમાં ભાત.... આ દાળ અને ભાત પણ એકદમ હલકી ગુણવત્તાના છે જ્યારે વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન જમવામાં છે 70 આસપાસના વિદ્યાર્થીઓ પણ એક નાની બરણીમાં દાળ અને અડધી ડોલમાં ભાત પણ એ વિદ્યાર્થીઓને ભરપેટ તો શું પણ નામના દાળ ભાત પીરસાઈ રહ્યા છે ત્યારે આ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલક કરતા 1 હજારના પગાર પર રાખેલી વૃદ્ધ મહિલા મધ્યાહન ભોજનની ચીજવસ્તુઓ પોતાના ઘરે રાખે છે ને મધ્યાહન ભોજન ઓરડા આખો ખાલીખમ છે ત્યારે મધ્યાહન ભોજન જમતા બાળકો પણ સાવ ગરીબ હોય છે છતાં સંચાલકો પેટામાં કોન્ટ્રાક્ટ અન્ય વ્યક્તિઓને આપીને મહિને એકવાર ઘઉં, ચોખા અને તેલનો ડબ્બો પંહોચતો કરીને સરકારના મધ્યાહન ભોજન યોજનાના લિરેલીરે ઉડાડી રહ્યા છે સાંભળો આ પેટા કોન્ટ્રાકટ રાખેલ મહિલા શુ કહે છે ને કેટલો અપાઈ છે પગાર.... ઘઉં ચોખા ને તેલનો ડબ્બો સંચાલક આપી જાય છે ને 1 હજાર પગાર આપે છે ને મહિને એકવાર સંચાલક આવતા હોવાનું પેટા સંચાલક જણાવે છે ત્યારે હજુ સાંભળો આ પેટા સંચાલક વૃધાના મુખે....

બાઈટ-1 સમજુબેન (પેટા સંચાલક-મધ્યાહન ભોજન શાખા-ખોડીયાણા)

વીઓ- 2
પ્રાથમીક શાળાના 152 વિદ્યાર્થીઓ માંથી 70 થી 80 બાળકો ભોજન લેય છે પણ એક નાની બરણીમાં દાળ અને અડધી ડોલમાં ભાત 70 થી 80 વિદ્યાર્થીઓને કેમ થાય તે એક યક્ષ પ્રશ્ન છે પણ ખોડીયાણા સાથે આખા અમરેલી જિલ્લામાં આ મધ્યાહન ભોજન યોજનામાં મોટાભાગના સંચાલકો પેટા સંચાલનમાં મધ્યાહન ભોજન કેન્દ્રો સોંપી દેવાતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સાવરકુંડલા મામલતદાર મહોબ્બતસિંહ પરમારે જણાવ્યું હતું કે મેનુ મુજબ સંચાલન કરવાની સૂચના મામલતદારે ગઈકાલે જ પરિપત્ર કરીને આચાર્ય અને મધ્યાહન ભોજન સંચાલકોને જણાવેલું પણ મામલતદારના પરિપત્રનો બીજા દિવસેજ ઉલાલિયો કરીને સંચાલકે તંત્રની પણ દરકાર કરતું ન હોય તેવું જણાઈ છે પણ મામલતદાર ફરિયાદ બાદ પગલાં લેવાની વાત કરી હતી

બાઈટ-2 મહોબ્બતસિંહ પરમાર (મામલતદાર-સાવરકુંડલા)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.