અમરેલી: અમરેલી વિસ્તારમાં સિંહોનો દબદબો(Dominance of lions Amreli district) યથાવથ જોવા મળ્યો છે. જ્યારે અવારનવાર સિંહો રેલવે ટ્રેક પર આવી જતા(Lions comes on Railway Track) હોય છે. સિંહોના અકસ્માતની ઘટનાઓ વારંવાર સાંભળવામાં આવતી હોય છે. અગાઉ પીપાવાવ પેસેન્જર ટ્રેન(Pipavav passenger train) નીચે પણ સિંહ કપાઈ ગયાની ઘટનાઓ ઘટી છે. અમરેલીથી જૂનાગઢ જતી રેલવે ટ્રેક પર 2 સિંહો આવી ચડ્યા હતા. આ ઘટનામાં રેલવે તંત્રની સતર્કતાને કારણે(Vigilance of railway system) સિંહ બચી ગયો હતો. આ બાદ મીટર ગેજ પેસેન્જર ટ્રેન(Meter gauge passenger train) ફરી રાબેતા મુજબ ચાલુ કરાઈ હતી.
આ પણ વાંચો: વનરાજ રેલવે ટ્રેક પર આવી જતા, ટ્રેનને 20 મિનિટ રોકવામાં આવી
પેસેન્જર ટ્રેન રોકી સિંહોના જીવ બચાવ - ગઈકાલે ધારી અને ચલાલા વચ્ચે રેલવે ટ્રેક નજીક બે સિંહો આવી ચડ્યા હતા. રેલવેના પાયલોટ દ્વારા પેસેન્જર ટ્રેન રોકી સિંહોના જીવ બચાવ્યા હતા. સિંહો પાટા પરથી હટી ગયા બાદ પાયલોટ દ્વારા ટ્રેન ચાલુ કરાઈ હતી. જ્યારે 23 એપ્રિલ 2022ના રોજ મીટર ગેજ પેસેન્જર ટ્રેન સિંહોની સલામતીને ધ્યાનમાં રાખી રોકવી પડી હતી.
આ પણ વાંચો: Buffaloes on Railway Tracks : સુરત રેલવે ટ્રેક પર ભેંસો આવી જતા ટ્રેનમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા
વનવિભાગ દ્વારા ટ્રેકરો મૂકીને સિંહોની સુરક્ષા કરવી જોઈએ - રેલવે તંત્ર દ્વારા કામગીરી કરનાર લોકો પાયલોટ નિર્મલ ડુફારેને સન્માનિત કરાયા હતા. રેલવે તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ કરી હતી. જેમાં પાયલોટ નિર્મલ ડુફારે માહિતી આપતા કહ્યું હતું કે સિંહો રેલવે નીચે આવી જવાને કારણે વન પ્રાણીઓ માટે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. આ ઘટનામાં સિંહોનો આબાદ બચાવ થયો હતો. આ મામલે સ્થાનીય વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની હોય છે. આ અંગે વનવિભાગ દ્વારા ટ્રેકરો મૂકીને સિંહોની સુરક્ષા માટે વિચારવું જોઈએ તે એક વાસ્તવિકતા છે.