ETV Bharat / state

Amreli Crime News: અમરેલીમાં કાકા સસરાએ ભત્રીજાની વહુંની કરી હત્યા, બાદમાં આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ - હત્યા બાદ આપઘાતનો પ્રયાસ

કાકા સસરાએ ભત્રીજી વહુના ગળાના ભાગે છરી મારી તેની હત્યા કરી નાખી હતી. જે ઘટનાને લઈ અમરેલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યા પરિણીતાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત શરૂ કરી છે.

kaka-sasra-attacked-and-killed-nephew-in-law-with-a-knife-attempted-suicide-after-the-murder

author img

By

Published : Jun 8, 2023, 6:38 PM IST

Updated : Jun 8, 2023, 6:46 PM IST

હત્યા કર્યા બાદ આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ

અમરેલી: અમરેલી જિલ્લામાં હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલી તાલુકાના રાંઢીયા ગામમાં વહેલી સવારે કાકાજી સસરાએ ભત્રીજા વહુની છરીના ઘા જીકી હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપીએ ખુદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હાલ આરોપીને અમરેલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

હત્યાનું કારણ અકબંધ: રાંઢીયા ગામમાં વહેલી સવારે કાકાજી સસરાએ ભત્રીજી વહુના ગળાના ભાગે છરી મારી તેની હત્યા કરી નાખી હતી. પોલીસે તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં લાશને પી.એમ.માટે ખસેડી હતી. જ્યારે આરોપીએ પણ હત્યા કર્યા બાદ ખુદ ઉપર છરી મારી ઇજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આરોપીને લોહીયાણ હાલતમાં અમરેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સારવાર સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે કવાયત શરૂ કરી છે. તેમજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

'રાંઢીયામાં આજે સવારે ગળાના ભાગે છરી વડે હુમલો કરી એક પરિણીતાની તેના સસરા દ્વારા હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ સસરાએ પણ ખુદ પર છરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.' -જગદીશ ભંડારી, ડી.વાય.એસ.પી

ગુનાખોરીનું પ્રમાણ વધ્યું: અમરેલી શહેરમાં થોડા દિવસો પહેલા મહિલાની હત્યા કરી પતિએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. અમરેલી તાલુકાના એક ગામમાં આ પ્રકારની ઘટના બની હતી. ફરીવાર હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્રીજી ઘટના પણ હત્યા બાદ આપઘાતની કોશિશ કરતા પોલીસ તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે.

  1. Bihar Crime: ગર્લફ્રેન્ડે અન્ય યુવતી સાથે બોયફ્રેન્ડના લગ્ન નક્કી થતાં તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો
  2. Mumbai Murder: લિવ-ઈન પાર્ટનરની હત્યા બાદ મૃતદેહના ટુકડા કૂકરમાં રાંધી મિક્સરમાં ગ્રાઈન્ડ કર્યા

Last Updated : Jun 8, 2023, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.