અમરેલીમાં રાજકમલ ચોક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની આગેવાની હેઠળ ભારતની મોટી રાજદ્વારી જીત મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરતાં ભાજપ દ્વારા ખુશી વ્યકત કરીને પાકિસ્તાન હાય હાય તેમજ મસૂદ અઝહર હાય હાયના નારા લગાવ્યા હતા.
પાકિસ્તાનમાં સક્રિય જૈશ-એ-મોહમ્મદ ત્રાસવાદી સંગઠનના સ્થાપક, પુલવામા ટેરર હુમલાના સૂત્રધાર અને ભારતના દુશ્મન મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી તરીકે ઘોષિત કર્યો છે. આ નિર્ણયને ભારત માટે મોટી રાજદ્વારી જીત ગણાવી છે. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા ભાવનાબેન ગોંડલીયા ચલાલા શહેર પ્રમુખ મનસુખભાઇ ગેડીયા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ હિંમત ડોંગા, પુના રબારી સદસ્ય નગરપાલિકા દિનમહમ્મદ બ્લોચ સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.