અમરેલી: જિલ્લામાં આજ સવારથી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. બપોરબાદ વરસાદી ઝાપટા બાદ અમરેલી શહેર સહિતના તાલુકાઓમાં વરસાદ જામ્યો હતો. અમરેલીના ધારીના ભાડેર, મોણવેલ, પિપરિયામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આમ સાર્વત્રિક વરસાદ મન મૂકીને વરસ્યો હતો. હવામાનની આગાહી મુંજબ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી હતી. આમ વરસાદની સારી શરૂઆત થઇ હતી.
ચેકડેમ પણ છલકાયા: જીલ્લાના ચિતલ, બાબરા, લાઠી, અને વડિયા પંથકમાં આજે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આજે બપોર બાદ વડિયા પંથકને ત્રણ કલાક ધમરોળ્યા બાદ ચિતલ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. વડિયા અને ચિતલ પંથકમાં નદી નાળાઓ વહેતા થયા હતા. પરિણામે અનેક ચેકડેમ પણ છલકાયા છે. અમરેલી જિલ્લાના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
મેઘરાજા મહેરબાન: અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે. જિલ્લાના ધારી, રાજુલા, ચલાલા, સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં મેઘમહેર થઈ રહી છે. જો કે, કોસ્ટ વિસ્તારમાં હજી પણ કેટલાક ગામોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા, અમરેલી, લાઠી સહિતના વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે બગસરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી છેઅદભુત શેત્રુંજી નદીમાં નવાનીરની આવકના દ્રશ્યો થયા કેમેરામાં કેદ થયા હતા ખાલી પટ શેત્રુંજી નદીમાં નવાનીરના દ્રશ્યો અદભુત સામે આવ્યા જેસોસીયલ મીડિયામા વાઇરલ થયા હતા
- Bardoli Rain: બારડોલીમાં ભારે વરસાદથી હંગામી પુલ ધોવાયો, લોકોને અવરજવર માટે ઉભી થઈ મુશ્કેલી
- Gujarat Monsoon 2023: રાજ્યમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક અમીછાંટણા, હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
- Surat Monsoon News : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, રાજ્યમાં સૌથી વઘુ સુરતનાં બારડોલીમાં 8 ઇંચ, મહુવા વાલોડમાં સાડા 6 ઈંચ વરસાદ નોધાયો