અમરેલી : આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને અમરેલી જિલ્લામાં ત્રિકોણીય જંગના ચિત્ર ઊપસી રહ્યો છે. ભાજપ, કાંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોત પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે અમરેલી શહેરમાં દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની રોડ શો યોજાયો (Arvind Kejriwal visits Amreli) હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો હાજર રહ્યા હતા. (Arvind Kejriwal road show in Amreli)
દિલ્હીના મુખ્યપ્રધાને શું કહ્યું અરવિંદ કેજરીવાલે અમરેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોમાં જોડાયો હતો. ટાવર ચોક, કાશ્મીરા ચોક સહિતના વિસ્તારોમાં રોડ શોમાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રેલીમાં જોડાઈને પોતાની શક્તિ પ્રદર્શન કર્યું હતું. મોટી જનમેદનીની ઉપસ્થિતિમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો દરમિયાન જણાવ્યં હતું કે, જ્યારે પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડું ચલાવે છે. (Aam Aadmi Party in Amreli)
ભાજપ પર પ્રહાર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આજે હું ગુજરાતના દરેક પરિવારનો ભાગ બની ગયો છું. અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઇશ. સમગ્ર ગુજરાતમાં, હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. પેપર ફૂટતા નથી, પેપર વેચાય છે. અમારી પ્રામાણિક સરકાર છે, અમે એક પણ પેપર ફૂટયા નહીં દઈએ. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી, તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. (Arvind Kejriwal rally in Amreli)
મને માત્ર 5 વર્ષ આપી જુઓ દિલ્હીના મુખ્યપ્રધાને વધુમા કહ્યું હતું કે, આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ. મહિલાઓનાં ખાતામાં દર મહિને 1000 સન્માનની રકમ જમા કરાવીશું. અમારી સરકાર બન્યા પછી હું 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ચૂકવીશ. અમે 10 લાખ સરકારી નોકરીઓ આપીશું. દરેક બેરોજગારને દર મહિને 3000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો ના ગમે તો મને ધક્કા મારીને કાઢી બહાર કાઢી મુકજો. ગુજરાતમાં પણ દિલ્હીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ.(Gujarat Assembly Election 2022)