ETV Bharat / state

અમરેલીમાં પૂર્વ ધારાસભ્યએ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર કરતા સર્જાયો વિવાદ - indecent videos in WhatsApp group

અમરેલી જિલ્લો સોશિયલ મીડિયામાં વધુ એક વખત અભદ્ર વીડિયો પોસ્ટ (Amreli Former MLA shared indecent video) કરવાને લઈને બદનામ થઈ રહ્યો છે. જેમાં લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડના (Former MLA Bavku Undhad) મોબાઈલ નંબર પરથી ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

Former MLA in Amreli
Former MLA in Amreli
author img

By

Published : Jan 22, 2022, 1:52 PM IST

અમરેલી: વધુ એક વખત સોશિયલ મીડિયામાં અભદ્ર વીડિયો પોસ્ટ (indecent videos in WhatsApp group) કરવાને લઈને અમરેલી જિલ્લો બદનામ થઈ રહ્યો છે. આજે લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડના મોબાઈલ નંબર પરથી ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અભદ્ર વીડિયો (Former MLA Bavku Undhad) શેર કરવામાં આવ્યો હતો. જે બાદ શેર થયેલા વીડિયોને તુરંત ગ્રુપમાંથી દૂર કરાયા હતા પરંતુ કેટલાક વીડિયોના સ્ક્રીન શોટ વાઇરલ થઇ રહ્યા છે. જેને લઇને ફરી એક વખત અમરેલી જિલ્લાનું રાજકારણ અભદ્ર વીડિયોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યું છે.

અમરેલીમાં પૂર્વ ધારાસભ્યએ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર વીડિયો શેર કરતા સર્જાયો વિવાદ

ધારીના વર્તમાન ધારાસભ્ય પણ અભદ્ર વીડિયો કરી ચૂક્યા છે પોસ્ટ

ગતિશીલ અમરેલી વોટ્સએપ ગ્રુપમાં અમરેલી જિલ્લા ભાજપના વરિષ્ઠ (Former MLA in Amreli) નેતાઓની સાથે કેટલાક પ્રદેશના દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે. આવી પરિસ્થિતિમાં વાયરલ થયેલો વીડિયોનો સ્ક્રીનશોટ અમરેલી જિલ્લાને શર્મસાર કરી રહ્યો છે. થોડા મહિના પૂર્વે ધારી બગસરાના વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડિયા પણ આ પ્રકારનો અભદ્ર વીડિયો ધારી ભાજપના ગ્રુપમાં પોસ્ટ કરી ચૂક્યા છે. ત્યારે પણ આ પ્રકારનો ઉહાપોહ થયો હતો. તેમના બચાવમાં આવેલા જે.વી.કાકડિયાએ પોતાનો મોબાઈલ નંબર કોઈ હેકર દ્વારા હેક કરીને આ પ્રકારનો વીડિયો પોસ્ટ કર્યો છે તેવો લૂલો બચાવ કર્યો હતો.

પૂર્વ ધારાસભ્ય પોતાના બચાવમાં શું કરશે તેના પર સૌની નજર

હવે ફરી એક વખત અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ (Amreli Former MLA shared indecent video) આ જ પ્રકારના અભદ્ર વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરવાને લઇને વિવાદમાં જોવા મળી રહ્યા છે. પાછલા કેટલાક સમયથી અમરેલી જિલ્લાના ભાજપના રાજકીય નેતાઓ દ્વારા આ પ્રકારના અભદ્ર વીડીયો વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ થવાને લઈને અમરેલી જિલ્લા ભાજપની સાથે સમગ્ર રાજકારણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે હવે સમગ્ર મામલાને લઈને પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ વીડિયો પોસ્ટ કરવાને લઈને તેના બચાવમાં શું કરશે તેના પર સૌની મીટ મંડાયેલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ધારીનું ભાજપ સંગઠન ગ્રુપ રંગાયું અશ્લીલતાના રંગમાં, પોસ્ટ થયો અશ્લીલ વીડિયો

આ પણ વાંચો: અમરેલીના નોંધણવદરમાં સર્પે દંશ દેતા કિશોરીનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.