અમરેલી જિલ્લામાં બાતમીના આધારે યોગેશ બટુક ખેર તથા માણાવાવનો હરદીપ દડુભાઇ બંને અલગ અલગ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરીને ખંભા આવી રહ્યા છે તેવી માહિતી મળી હતી. એલ.સી.બી પોલીસે વોચ ગોઠવતા કારને રોકવાનો ઇશારો કરતા બે ઇસમો નાસી ગયા હતા. જ્યારે યોગેશ બટુક ઝડપાઇ ગયો હતો.
પોલીસે આરોપી પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-444, કિંમત રુપિયા 1,33,200/- તથા મોબાઇલ ફોન નંગ-૩,કિંમત રુપિયા 6,500/- તથા મારૂતિ રીત્ઝ ફોરવ્હીલ કાર રજી.નંબર જી.જે.12.બી.આર.9881, કિંમત રુપિયા 2,00,000/- તથા મારૂતિ સ્વીફ્ટ ડીઝાયર કાર રજી.નંબર જી.જે.14.એ.કે.4728,કિંમત રુપિયા 5,00,000/- મળીને કુલકિંમત રુપિયા 8,39,400/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.