અમરેલી: આજથી થોડા સમય પહેલાં જ જે કપાસના ભાવ પ્રતિ મણ 2000 રૂપિયાથી વધુ મળતા હતા તેમા અચાનક જ ઘટાડો આવતા ખેડૂતોમાં ભારે નારાજગી (Farmers upset for not getting Amreli cotton price) સાથે રોષ જોવા મળી રહ્યો છે, દિવસ રાત જોયા વગર ખેતરો મા કાળી મજૂરી કરી પકવેલો કપાસ સસ્તા ભાવે વહેચવો ખેડૂતો ને પોસાય તેમ નથી. ઉંચી મજૂરી, મોંઘા ખાતર બીયારણ અને દવાઓના કારણે ખેડૂતોને ભારે ખર્ચ બાદ કપાસની ઉપજ આવે છે. આવી પરિસ્થિતિમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવો ગગડતા કેટલાક ખેડૂતો ઘરમા જ કપાસ નો સંગ્રહ કરવા મજબૂર (Farmers forced to collect crops) બન્યા છે..
કપાસના ભાવો હજુ પણ ગગડી શકે: અમરેલી જીલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનુ વાવેતર થાય છે, તેમાં કપાસનું વાવેતર સૌથી વધુ હોય છે. આ જીલ્લાનું અર્થતંત્ર પણ ખેતી સાથે જોડાયેલુ છે, ત્યારે હાલના સમયમાં કપાસ ના ગગડી રહેલા ભાવ મુદ્દે વેપારી ઓ પણ મુંઝવણમાં મુકાયા છે અને એવી દહેશત પણ વ્યક્ત કરી રહ્યા છે કે, આ જ પરિસ્થિતિ રહી તો કપાસના ભાવો હજુ પણ ગગડી શકે છે..
ખેડૂતોએ હોબાળો મચાવ્યો: અમરેલી જીલ્લામાં કપાસના ભાવ મુદ્દે હવે કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યુ છે, ગઈકાલે બાબરા માર્કેટિંગ યાર્ડમાં કિસાન સંઘ અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને હરરાજી ઠપ્પ કરાવી હતી.. આ મુદ્દે હવે કિસાન સંઘ આકરા પાણીએ છે અને આગામી દિવસોમાં કપાસના ભાવો મુદ્દે યોગ્ય ભાવ નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
અમરેલીમાં કપાસના પોષણક્ષમ ભાવ ના મળતા પાક સંગ્રહ કરવા ખેડૂતો મજબૂર - Farmers upset for not getting Amreli cotton price
અમરેલી જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપાસના ઓછા ભાવના કારણે ખેડૂતો ભારે નારાજ છે (Farmers upset for not getting Amreli cotton price) અને અનેક જગ્યાએ હોબાળો પણ કરી રહ્યા છે. હવે આ મુદ્દે અમરેલી જિલ્લા કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યુ છે અને કપાસ ના પુરતા ભાવો આપવાની માંગ ઉઠાવી છે
અમરેલી: આજથી થોડા સમય પહેલાં જ જે કપાસના ભાવ પ્રતિ મણ 2000 રૂપિયાથી વધુ મળતા હતા તેમા અચાનક જ ઘટાડો આવતા ખેડૂતોમાં ભારે નારાજગી (Farmers upset for not getting Amreli cotton price) સાથે રોષ જોવા મળી રહ્યો છે, દિવસ રાત જોયા વગર ખેતરો મા કાળી મજૂરી કરી પકવેલો કપાસ સસ્તા ભાવે વહેચવો ખેડૂતો ને પોસાય તેમ નથી. ઉંચી મજૂરી, મોંઘા ખાતર બીયારણ અને દવાઓના કારણે ખેડૂતોને ભારે ખર્ચ બાદ કપાસની ઉપજ આવે છે. આવી પરિસ્થિતિમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવો ગગડતા કેટલાક ખેડૂતો ઘરમા જ કપાસ નો સંગ્રહ કરવા મજબૂર (Farmers forced to collect crops) બન્યા છે..
કપાસના ભાવો હજુ પણ ગગડી શકે: અમરેલી જીલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનુ વાવેતર થાય છે, તેમાં કપાસનું વાવેતર સૌથી વધુ હોય છે. આ જીલ્લાનું અર્થતંત્ર પણ ખેતી સાથે જોડાયેલુ છે, ત્યારે હાલના સમયમાં કપાસ ના ગગડી રહેલા ભાવ મુદ્દે વેપારી ઓ પણ મુંઝવણમાં મુકાયા છે અને એવી દહેશત પણ વ્યક્ત કરી રહ્યા છે કે, આ જ પરિસ્થિતિ રહી તો કપાસના ભાવો હજુ પણ ગગડી શકે છે..
ખેડૂતોએ હોબાળો મચાવ્યો: અમરેલી જીલ્લામાં કપાસના ભાવ મુદ્દે હવે કિસાન સંઘ પણ મેદાનમાં આવ્યુ છે, ગઈકાલે બાબરા માર્કેટિંગ યાર્ડમાં કિસાન સંઘ અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને હરરાજી ઠપ્પ કરાવી હતી.. આ મુદ્દે હવે કિસાન સંઘ આકરા પાણીએ છે અને આગામી દિવસોમાં કપાસના ભાવો મુદ્દે યોગ્ય ભાવ નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
TAGGED:
AMR 02 Kapas Pak sangrah