શહેરી વિકાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલું કલાપી કોમ્પલેક્ષ 5 વર્ષથી ઉકેલ ન આવતા હાલમાં બંધ હાલતમાં છે. શહેરમાં શાકભાજી અને ફ્રૂટ વેચીને રોજગારી કરનારા ધંધાર્થીઓ સખત તડકામાં ઉભા રહીને પરેશાની ભોગવી રહ્યાં છે. ઉપરાંત આ વાતને લઈને અનેકવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઇ છે. બીજી તરફ કોમ્પલેક્ષની બહારના ભાગમાં અન્ય લોકો સરસામાન મુકીને નુકશાન પહોંચાડતા હોય છે. તેમ છતાં તેની જાળવણીના ભાગરૂપે ફેન્સીંગ પણ બનાવાઇ નથી.
આ અંગે વહેલી તકે સમજુતી કરીને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યાં છે.