અમરેલી જર જમીનને જોરુ એ એ છે કજીયાના છોરું આ કહેવત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવમાં યથાર્થ ઠરી હોય તેમ હોય માણાવાવ ગામની 23 વીઘાની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો (Complaint about land grabbing in Manawav ) કરીને વાડી માલિકના સગાસંબંધીઓને દબાવવા માટે મોડી રાત્રીના હવામાં ફાયરિંગ (Complaint of vandalism and firing ) કરીને ડરાવવા ધમકાવવાની પોલીસ ફરિયાદ અમરેલી એસપી હિમકરસિંહ (Amreli SP Himkarsinh ) સુધી પહોંચતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો વ્યાજખોરોના આતંક મિટાવવા સજ્જ અમરેલી પોલીસ, લોક દરબારમાં મામલા સામે આવ્યાં
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માણાવાવ ગામની 23 વીઘા જમીન આ જમીન પર માણાવાવના અમુક અસામાજિક તત્વોએ છેલ્લા બે માસથી કબજો કરીને ચણાનું વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ 23 વીઘા જમીનનો માલિક જૂનાગઢ જિલ્લાના કેશોદના પરબતભાઈની હોય અને પાંચ વર્ષથી પડતર પડી હોય જે જમીન વેચાણે રાખવા માટે માણાવાવના સ્થાનિકો દ્વારા સંપર્ક થયેલો. પરંતુ જમીનનો સોદો ન થવા છતાં જમીન પર ગેરકાયદેસર રીતે કબજો (Complaint about land grabbing in Manawav )કરીને ચણાનું વાવેતર કરનાર માણાવાવના હરદીપભાઇ વાળાએ કેશોદના જમીનના માલિકના કુટુંબીસગાઓને મોડી રાત્રીના બે ફોરવીલ ગાડીમાં માણાવાવની વાડીના રહેણાંકી મકાન પર હવામાં ફાયરિંગ કર્યા હતાં. સાથે ખેડૂતની વાડીમાં પડેલી ફોરવીલ કાર અને બાઈકને તોડફોડ કરીને નુકસાન પહોંચાડી ત્રણેક જેટલી વાડીના ડેલા બહાર ફાયરિંગ (Complaint of vandalism and firing )કરી અભદ્ર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોલીસ ફરિયાદ ખેડૂતે નોંધાવી હતી.
આ પણ વાંચો અધિકારી મેહરબાન તો ભ્રષ્ટાચારી પહેલવાન, આદસંગ ગામે લાંચિયાઓને લીલા લહેર
પોલીસ ફરિયાદ થઇ મોડી રાત્રે જમીન માલિક પરબતભાઈ કેશોદ વાળાની જમીનમાં કબજો કરેલા હરદીપભાઈ વાળા સહિતના સાત જેટલા શખ્સો સામે ફાયરિંગ કરીને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ ચલાલા પોલીસ મથકમાં નોંધાઇ છે. ત્યારે જમીન માલિક પરબતભાઈએ અગાઉ માણાવાવના અમુક શખ્સો દ્વારા જમીન વેચાતી રાખવા અંગે વાત કરેલી. પરંતુ જમીનનું વેચાણ કે બાનાખત કશું પણ થયેલ ન હોય અને ગેરકાયદેસર રીતે 23 વીઘાની જમીન પર માણાવાવના હરદીપભાઈ વાળા સહિતના લોકોએ કબજો કરી હોવાનું જણાવ્યું હતું.
એસપીએ શું કહ્યું અમરેલી એસ.પી. હિમકરસિંહે (Amreli SP Himkarsinh )કહ્યું કે ધારી તાલુકાના માણાવાવ ગામે 6 રાઉન્ડ હવામાં ફાયરિંગ અને એક ખેડૂતના ડેલા પર થયેલ ફાયરિંગ (Complaint of vandalism and firing )બાદ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી જઈને આરોપીઓને પકડી પાડવા માટે ચાર જેટલી ટીમો બનાવી હોવાનું જણાવ્યું હતું.
સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ ધારીના માણાવાવની 23 વીઘાની પડતર જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરેલા હરદીપભાઈ વાળા સહિતના સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હાલ આરોપીઓ ફરાર હોય અને જમીન મલિક પોતાની જમીન ખાલી કરવા મામલતદાર અને પોલીસ સહિતનો સહારો લીધો છે.