અમરેલી : જિલ્લાના રાજુલા શહેરમાં પ્રાંત કચેરી નજીક આવેલી બાપાસીતારામ સોસાયટીમાં રહેણાક મકાનમાં સોસકૂવામાં સફાઈ કરતી વખતે સફાઇ કામદાર ગૂંગળાતા ટેન્કરનો ડ્રાઈવર બચાવવા સોસકુવામાં ઉતર્યો હતો. જેમાં બચાવવા દોડી જનાર ડ્રાઈવરનુ ગૂંગળામણથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
સફાઈ કામદારને વધુ સારવાર અર્થે અમરેલી ખાતે ખસેડવામાં આવ્યો હતો. ટુંકી સારવાર દરમિયાન એક સફાઈ કામદરે પણ જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર બનાવને પગલે પાલિકાના સત્તાધીશો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કોરોના વાઈરસની દહેશત વચ્ચે સમગ્ર શહેરમા સફાઈ કામદારો સતત સફાઈ કામગીરી કરી રહ્યા છે.