ETV Bharat / state

BJP MP Breached Corona Guidelines 2021 : સૌરભ પટેલ પછી અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભીડ ભેગી કરી - સાંસદ નારણ કાછડીયાની ક્રિકેટ મેચ

ભાજપના જ આગેવાન નેતાઓ દ્વારા બોટાદ અને અમરેલીમાં કોરોના ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. સાંસદ નારણ કાછડીયાએ (MP Naran Kachdiya's cricket match) અમરેલીમાં અને બોટાદમાં પૂર્વપ્રધાન સૌરભ પટેલે (Former Minister Saurabh Patel) ક્રિકેટ મેચો યોજી ભારે ભીડ (BJP MP Breached Corona Guidelines 2021) જમાવી હતી.

BJP MP Breached Corona Guidelines 2021 : સૌરભ પટેલ પછી અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ ભીડ ભેગી કરી

author img

By

Published : Dec 28, 2021, 8:29 PM IST

અમરેલી- ગઈ કાલે બોટાદમાં પૂર્વપ્રધાન સૌરભ પટેલે (Former Minister Saurabh Patel) કોરોના guidelines નો ખુલ્લેઆમ ભંગ કર્યો હોય તેવો વિડીયો તેમણે પોતે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટનાને હજુ 24 કલાક પૂર્ણ થયા નથી. ત્યાં ફરી એક વખત બોટાદના પાડોશી જિલ્લા અમરેલીના જાફરાબાદમાં સાંસદ નારણ કાછડીયા (MP Naran Kachdiya's cricket match) ક્રિકેટ મેચ દરમિયાન ખૂબ મોટી ભીડ એકઠી કરીને કોરોના ગાઇડ લાઇનનો ભંગ (BJP MP Breached Corona Guidelines 2021) કરવાની હરીફાઈ કરી રહ્યાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. બોટાદમાં હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી ત્યારે જાફરાબાદમાં લોકોની ભીડ એકઠી કરવા બદલ એપેડેમિક નિયમનો ભંગ કરવાને લઇને પોલીસ દ્વારા કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

જાફરાબાદમાં સાંસદે યોજી રાત્રિ ક્રિકેટ મેચ

રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુમાં સમયઘટાડો કરીને 11 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ કર્યો છે ત્યારે સરકારના પૂર્વપ્રધાન નિયમો તોડીને ક્રિકેટ મેચનું આયોજન કરે છે. બોટાદની ઘટનાથી શીખ નહીં લઈને અમરેલીના સાંસદ નારણ કાછડીયા પણ પોતે શા માટે પાછળ રહે તેવા મનસૂબા સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો એકઠાં (BJP MP Breached Corona Guidelines 2021) થયા હતાં. જે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ નીતિનિયમો વિરુદ્ધ જોવા મળતાં હતાં.

અમરેલી સાંસદની ક્રિકેટ મેચમાં ભારે ભીડ ઉમટી

જવાબદાર પદાધિકારીઓએ જ તોડી રહ્યા છે તમામ નિયમો

વૈશ્વિક મહામારીની સ્થિતિમાં રાજ્ય અને કેન્દ્રના પદાધિકારીઓએ લોકોમાં આદર્શ દષ્ટાંત ઊભું થાય તેને લઈને સર્વ પ્રથમ પહેલ કરવી જોઈએ. તેની જગ્યા પર રાજ્ય સરકારના પૂર્વપ્રધાન અને સુશિક્ષિત એવા સૌરભ પટેલ (Former Minister Saurabh Patel) ગઈ કાલે ક્રિકેટ મેચના આયોજન કરીને તમામ નીતિ-નિયમોનો છડેચોક ભંગ કરીને રાજ્યની સરકાર અને આરોગ્ય વિભાગને જાણે કે પડકાર ફેંકતા હોય તે પ્રકારે તેમનો વિડીયો તેમણે પોતે જ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે આજે બીજા દિવસે અમરેલી જિલ્લાના રાજુલામાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા (MP Naran Kachdiya's cricket match) યુવા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ સિંગ, જિલ્લા પ્રમુખ કૌશિક વેકરીયા કલાકાર માયાભાઈ આહીર સહિત મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓએ કોરોના નિયમનો ખુલ્લેઆમ ભંગ (BJP MP Breached Corona Guidelines 2021) કરીને સરકાર સમક્ષ 24 કલાકમાં નિયમો ન પાળવાને લઈને બીજી વખત પડકાર ફેંક્યો હતો.

આ પણ વાંચોઃ Corona In Gujarat: પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઊડ્યા

ગૃહવિભાગ એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈ સવાલ

બોટાદ બાદ અમરેલીના જાફરાબાદમાં ક્રિકેટ મેચ દરમિયાનના દ્રશ્ય ખૂબ જ ચિંતાજનક છે. યુવા ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મનીષ સિંગ અમરેલીના સાંસદ નારણ કાછડીયા (MP Naran Kachdiya's cricket match), જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર ક્રિકેટ રસિકોના ખભા પર બેસીને જાણે કે કોઈ મોટો ઉત્સવ મનાવતા હોય તે પ્રકારે જોવા મળ્યાં હતાં. સામાન્ય સંજોગોમાં આ પ્રકારનું કૃત્ય કોઈ સામાન્ય નાગરિકે કર્યું હોય તો તેમની વિરુદ્ધ એપેડેમિક એક્ટના ભંગ બદલ ચોક્કસ કાયદાકીય કાર્યવાહી થઈ ચૂકી હોત. પરંતુ બોટાદ અને જાફરાબાદના કિસ્સામાં રાજકીય પદાધિકારીઓ સાંસદો અને પૂર્વ પ્રધાન સામેલ છે. ત્યારે (BJP MP Breached Corona Guidelines 2021) આ ઘટનાને 24 કલાક વીત્યા હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી બોટાદ અને જાફરાબાદના કિસ્સામાં કરવામાં આવી નથી. જેને લઇને કાયદાનું પાલન કરવામાં બેધારી નીતિ સ્પષ્ટ દેખાઈ છે જેને કારણે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

આ પણ વાંચોઃ વિજય રૂપાણીએ નીતિન પટેલ અને નારણ કાછડીયા વચ્ચેના વિવાદની ઘટનાનને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.