અમરેલી: જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ વિસ્તારમાં એક સિંહણ હિંસક (violent lioness) બની છે. સિંહણ આક્રમક બનતા તેને એક વન કર્મચારી સહિત અન્ય બે વ્યક્તિઓ પર ઘાતક હુમલો કર્યો છે. જેમાં વન વિભાગના કર્મચારીને ગંભીર ઇજાઓ થતા તેને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મેઘ તાંડવ બાદ સરકારી ટિમો દ્વારા સર્વે, આપવામાં આવશે મસમોટી સહાય
સિંહણ બની હીસક ત્રણ વ્યક્તિ પર કર્યો હુમલો: સિંહણ આક્રમક બનતા તેને એક વન કર્મચારી સહિત અન્ય બે વ્યક્તિઓ પર ઘાતક હુમલો કર્યો છે. જેમાં વન વિભાગના કર્મચારીને ગંભીર ઇજાઓ થતા તેને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સિહણ એક પછી એક વ્યક્તિ પર હુમલો કરી રહી હતી ત્યારે આ સિંહણની જપેટમાં વન વિભાગ નો એક કર્મચારી અને SRDના બે જવાનો પણ આવી ગયા હતા. જેના પર સિંહણે હુમલો કરીને (lioness attacked a men) તેને ઘાયલ કર્યા છે હાલ, ઘાયલ ત્રણેય વ્યક્તિઓ રાજુલાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં ત્રણેયની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2022 : 18.80 લાખ રજીસ્ટ્રેશન, 9 અઠવાડિયા સુધી ચાલશે ક્વિઝ
SRD જવાનોએ લાકડી વડે સિંહણને કરી દૂર: સિંહણે વન કર્મચારી (forest officer) સહિત બે એસઆરડી જવાનો પર હુમલો કર્યો હતો જેમાં SRD જવાન પાસે રહેલી લાકડીએ ત્રણેય કર્મચારીઓના જીવ બચાવ્યા છે એસ.આર.ડી જવાને લાકડી વડે સિંહણનો પ્રતિકાર કરતા સિંહણે ત્રણેય વ્યક્તિને ઘાયલ કરીને અહીંથી નાસી છૂટી હતી જેને પકડી પાડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે કેટલાક જાણકાર સૂત્રોનું માનીએ તો હુમલો કરનાર અને હિંસક બનેલી સિંહણ કોઈ બીમારીથી ગ્રસ્ત હોવાનું પણ જાણવા મળે છે ત્યારે હવે હુમલો કર્યા બાદ વન વિભાગની (Forest Department) પકડથી દૂર આ સિંહણ પાંજરે પુરાયા બાદ તેનું તબીબી પરીક્ષણ થશે તે બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાય તેવી શક્યતાઓ છે.