નિશીત મનજી દુધાત અમદાવાદના રહેવાસી છે 10 માર્ચે પોતાના લગ્ન સાવરકુંડલા મુકામે નેસડી રોડ ઉપર આવેલ શામજીબાપા મેરેજ હોલ ખાતે યોજાયા હતાં. જે દિવસે મેરેજ હોલના એક રૂમમાં પોતાની સુટકેસમાં રોકડા રૂપિય 1,94,000 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૂપિયા 1400 નો રાખ્યો હતો. જે કુલ મળીને રૂપિયા 1,95,400 નો મુદ્દામાલ કોઇ શખ્સ દ્વારા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ સાવરકુંડલા ટાઉન પોલિસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી.
શિલ્પેશ ઉર્ફે શૈલેષ બાલુભાઇ વાળાની પોલીસે દેવળા ગેઇટ પીક-અપ બસ સ્ટેશન પાસેથી કરી હતી. જેની સાથે પોલીસે રોકડા રૂપિયા 10,000 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૂપિયા 1400 મળી કુલ રૂપિયા 11,400 નો મુદ્દામાલ જપ્ત કપ્યો હતો.