અમરેલીઃ લોકડાઉનનો કડક અમલ કરવા માટે અમરેલી પોલીસ દ્વારા અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીની કાર ડfટેઈન કરાઇ હતી. કોરોના સામેની લડત માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી લોકડાઉનનો અમલ પણ કરાવવામાં આવી રહ્યો છે.
એવામાં આજે પોલીસની કડક કાર્યવાહીની ઘટના અમરેલીમાં બની છે. અમરેલી જિલ્લા નાયબ કલેકટર પોતાની પ્રાઈવેટ ગાડી લઈને પસાર થતા તે કારના પૂરતા ડોક્યુમેન્ટ ન હતા.
પોલીસ દ્વારા કાર રોકી પૂછપરછ કરતા ડોક્યુમેન્ટ પૂરતા ન હોવાથી કારને ડીટેઈન કરવામાં આવી છે. અધિકારીની ફોરવીલ કાર ડીટેઇન કરતા પોલીસની કામગીરીની પ્રશંશા કરાઈ હતી.
અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકડાઉનમા તમામ વાહન સામે કાર્યવાહી કરી છેલ્લા બે દિવસમાં 1339 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.