ETV Bharat / state

અમરેલી મેજીસ્‍ટ્રેટે કાળાબજારી કરતા ઈસમને જેલમાં ધકેલ્યો

અમરેલીઃ શહેરમાં સરકાર અંતર્ગત વ્યાજબી ભાવની દુકાનમાં અપાતા ચીજવસ્તુઓનું  બિનઅધિકૃત સંગ્રહ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ સાહેબે કાળાબજાર કરનારને PBM તળે જેલમાં ધકેલ્યો
author img

By

Published : Jun 4, 2019, 7:49 PM IST

ખોટા બીલ બનાવીને ચીજવસ્તુઓનું ગેરકાયદેસર ઓફ લાઇન વેચાણ કરનાર આરોપી વિરૂદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટે PBM (પ્રિવેન્‍શન ઓફ બ્લેક માર્કેટીંગ) તળે વોરંટ ઇસ્‍યુ કરી તેની ધરકપડ કરવાનો આદેશ આપ્યો હતો.

ગરીબીરેખા હેઠળ જીવતા લોકો જીવન જરૂરીયાતી વસ્તુઓ સસ્તા ભાવે મેળવી શકે તે હેતુથી વ્યાજબી ભાવની દુકાનની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ કેટલાંક ઘૂસણખોરીઓ પોતાનું પેટ ભરવા માટે ગરીબોના હક મારી પોતાના ઘર ભરી રહ્યાં છે. વ્યાજબી ભાવની દુકાનોમાં અપાતી અનાજ સહિતની ચીજવસ્તુઓમાં કાળા બજાર ચલાવવામાં આવી રહ્યા છે. એમાંનો જ એક કિસ્સો અમરેલીમાં જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, અમરેલીના ખાંભા ગામના હંસાપરા વિસ્‍તારમાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલક નરેન્‍દ્રકુમાર ચંપકલાલ ઉપાધ્‍યાય મોટા પ્રમાણમાં ગેરરિતી કરતા હતા. પુરવઠા વિભાગ દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું કે, આરોપી ખોટા બીલો બનાવી આવશ્યક ચીજવસ્‍તુઓનું ગેરકાયદેસર રીતે ઓફ લાઇન વેચાણ કરતો હતો. છેલ્લા કેટલાય સમયથી આરોપી ગરીબોના હક મારીની પોતાની ઝોળી ભરી રહ્યો હતો. આવા અનેક વ્યાજબી ભાવના સંચાલકોને કાળા કામ કરતાં અટકાવવા માટે મેજીસ્ટ્રેટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. ચીજ વસ્‍તુઓના કાળા બજાર અટકાવવા અને પુરવઠો જાળવવા બાબતોમાં અધિનિયમ ૧૯૮૦ ની કલમ ૩ ની પેટા કલમ ર હેઠળ અમરેલી જિલ્લાના મેજીસ્‍ટ્રેટ શ્રી.આયુષ ઓક સાહેબે આરોપીની અટકાયત કરવા PBM (પ્રિવેન્‍શન ઓફ બ્લેક માર્કેટીંગ) તળે વોરંટ ઇસ્‍યુ કર્યો છે. જેનો અમલ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબે, અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બીની . ટીમે આરોપી નરેન્‍દ્રકુમાર ઉપાધ્‍યાયની ગઇ કાલે તા.૦૩/૦૬/૨૦૧૯ના રોજ 8ઃ30 કલાકે અમરેલીથી અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીને નડીયાદ જિલ્‍લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

તા.૦૪-૦૬-૨૦૧૯
કાળા બજારિયા જેલ હવાલે
ધવલ આજુગિયા
અમરેલી

અમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી આયુષ ઓક સાહેબે કાળાબજાર કરનારને પી.બી.એમ. તળે જેલમાં ધકેલ્યો. 

     સમાજના નબળા અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજબી ભાવે અને સરળતાથી નિયત પ્રમાણ મુજબ જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ જેવી કે ઘંઉ, ચોખા, ખાંડ, ખાદ્ય તેલ, કેરોસીન વિ. નિયમિત રીતે મળી રહે તે હેતુથી સરકારશ્રીએ રાજ્યમાં જુદા જુદા સ્‍થળે વ્યાજબી ભાવની દુકાન અંગેની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના અંતર્ગત ચાલતી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક આવશ્યક ચીજ વસ્‍તુઓનું કાળા બજાર અને અનઅધિકૃત સંગ્રહ કરતાં મળી આવતાં તેને પી.બી.એમ. તળે જેલ હવાલે કરેલ છે.

*અટકાયતીની વિગતઃ-*
ખાંભા  હંસાપરા વિસ્‍તારમાં વ્યાજબી ભાવની દુકાનના સંચાલક નરેન્‍દ્રકુમાર ચંપકલાલ ઉપાધ્‍યાય, રહે.ખાંભા, હંસાપરા, એસ.બી.આઇ. બેન્‍ક વાળી શેરી તા.ખાંભા જી.અમરેલી વાળાએ વ્યાજબી ભાવની દુકાનના સંચાલન દરમ્‍યાન મોટા પ્રમાણમાં ગેરરિતી કરેલાનું પુરવઠા વિભાગની તપાસ દરમ્‍યાન જણાઇ આવેલ. અને ખોટા બીલો બનાવી આવશ્યક ચીજવસ્‍તુઓનું ગેરકાયદેસર રીતે ઓફ લાઇન વેચાણ કરેલ હોવાનું તપાસ દરમ્‍યાન મળી આવતાં મજકુર ઇસમને આવશ્યક ચીજ વસ્‍તુઓના કાળા બજાર અટકાવવા અને પુરવઠો જાળવવા બાબતો અધિનિયમ ૧૯૮૦ ની કલમ ૩ ની પેટા કલમ ર હેઠળ અમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી.આયુષ ઓક સાહેબ* નાઓએ અટકાયતમાં લેવા પી.બી.એમ.  (પ્રિવેન્‍શન ઓફ બ્લેક માર્કેટીંગ) તળે વોરંટ ઇસ્‍યુ  કરતાં જે વોરંટ આધારે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા નરેન્‍દ્રકુમાર ચંપકલાલ ઉપાધ્‍યાય,  ઉ.વ.૫૮,  રહે.ખાંભા, હંસાપરા  એસ.બી.આઇ. બેન્‍ક વાળી શેરી તા.ખાંભા જી.અમરેલી વાળાની ગઇ કાલ તા.૦૩/૦૬/૨૦૧૯ ના કલાક ૨૦/૩૦ વાગ્યે અમરેલી મુકામેથી અટકાયત કરી નડીયાદ જીલ્‍લા જેલ, જી.ખેડા ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે. અને આવશ્યક ચીજવસ્‍તુઓના કાળા બજાર જેવી સમાજ વિરોધી પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણી રૂપે કડક કાર્યવાહી કરેલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.