ETV Bharat / state

હત્યા સહિત 52 ગુના આચરી ચૂકેલા CA ને પકડી પાડતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ - GUJARAT POLICE

આજથી દોઢ મહિના પહેલા સાવરકુંડલાના ઓળીયા ગામે શનિ મંદિરે સૂતેલા સોની યુવકની લોખંડના સળિયાથી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ તકે પોલીસે વધુ પુછપરછ અને તપાસ હાથ ધરતા 52 ગુનાઓની કબુલાત કરી હતી.

હત્યા સહિત 52 ગુના આચરી ચૂકેલા C.A ને પકડી પાડતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ

author img

By

Published : Jul 13, 2020, 6:26 PM IST

અમરેલી : જિલ્લામાં થોડા સમય પહેલા એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં સોની યુવકની લોખંડના પાઇપ વડે હત્યા કરવામાં આવી હતી. જે આરોપીની પોલીસ શોધ કરતી હોય ત્યારે આ વચ્ચે અમરેલી LCB પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જેની પોલીસ પુછપરછ કરતા આરોપીએ 52 ગુનાઓ કબુલ્યા હતાં.

હત્યા સહિત 52 ગુના આચરી ચૂકેલા C.A ને પકડી પાડતી અમરેલી ક્રાઇમ બ્રાન્ચ

આ પકડાયેલા આરોપી શ્યામ ઉર્ફે વિજય લાલજીભાઈ ધનેશાએ B.COMનો અભ્યાસ પૂર્ણ કરી ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે C.A. થયો હતો. અમરેલી LCB પોલીસે આરોપી પાસેથી હકીકત મેળવ્યા મુજબ આરોપીએ પોતે કરેલા છેલ્લા પાંચ વર્ષમાં 52 જેટલાં ગુના કબૂલ કર્યા હતા. જેમાં સાવરકુંડલામાં-3, સુરત- 39, રાજકોટમાં-6, જામનગરમાં-2 અને વડોદરામાં-2 ગુનાઓની કબુલાત આપી હતી.

આ તકે પોલીસે આરોપીની હત્યા સહિતના અનેક ગુનાઓનો ગુનો નોંધી 3,41,114 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.