ETV Bharat / state

અમરેલી ભાજપના નેતા ડૉ. કાનાબારે ન્યાયતંત્રમાં પડતર કેસો-જસ્ટિસની ખાલી જગ્યાને લઇને કર્યું ટ્વિટ - ન્યાયાધીશોની કેટલી જગ્યા ખાલી છે

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ(Former President of Amreli BJP) અને અગ્રણી નેતા વ્યવસાય ડૉ. ભરત કાનાબાર(Dr. Bharat Kanabar) ભારતના ન્યાયતંત્રમાં પડતર કેસો અને કોર્ટમાં ખાલી જગ્યાઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મીનાક્ષી લેખીને ટ્વિટર(Twitter) દ્વારા જાણ કરીને ન્યાયતંત્રમાં પડતર કેસો તેમજ ન્યાયાધીશોને ખાલી જગ્યાને લઇને ટ્વિટરના માધ્યમથી ચિંતાઓ વ્યક્ત કરી છે

અમરેલી ભાજપના નેતા ડૉ. કાનાબારે ન્યાયતંત્રમાં પડતર કેસો-જસ્ટિસની ખાલી જગ્યાને લઇને કર્યું ટ્વિટ

author img

By

Published : Oct 27, 2021, 1:11 PM IST

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ન્યાયતંત્રને લઈને વ્યક્ત કરી ચિંતા

ડૉ. કાનાબારએ પડતર કેસો-ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઇને મનન કર્યું

PM મોદી, ગ્રહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીને ટ્વિટરના માધ્યમથી વ્યક્ત કર્યો રોષ

અમરેલીઃ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ(Former President of Amreli BJP) અને વ્યવસાયે તબીબ ભરત કાનાબારએ ભારતના ન્યાયતંત્રમાં પડતર કેસો તેમજ ન્યાયાલયમાં ન્યાયાધીશોની ખાલી જગ્યા(Vacancy of judges in the court(ઓને લઈને ફિક્ર કરી છે. ડૉ. કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી(Union Minister Meenakshi)ને ટ્વિટરના માધ્યમથી જાણ કરીને ન્યાયતંત્રમાં પડતર કેસો તેમજ ન્યાયાધીશોની ખાલી જગ્યાઓને લઈને ધારણા વ્યક્ત કરી છે. ડૉ. કાનાબાર(Dr. Bharat Kanabar)એ પોતાના ટ્વિટર હેન્ડલમાં ન્યાયતંત્રને કાચબાનું પ્રતીક આપીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

ન્યાયાલયમાં પડતર કેસોને લઈને ન્યાયતંત્ર વેન્ટિલેટર પર હોવાનું કાનાબારનુ મંતવ્ય

ડૉ. ભરત કાનાબારએ ન્યાયતંત્ર પર કટાક્ષ કર્યો છે.ડૉ. કાનાબાર દાવા સાથે કહી રહ્યા છે કે ન્યાયાલયોમાં સાડા ચાર કરોડ કેસ આજે પણ પેન્ડિંગ જોવા મળે છે. તેમજ હાઇકોર્ટમાં જજોની કુલ સંખ્યાની સામે 42 ટકા જેટલી જગ્યાઓ આજે પણ ખાલી જોવા મળે છે. નીચલી અદાલતોમાં પણ પાંચ હજાર કરતાં વધારે જજોની જગ્યા ખાલી હોવાની વિગત તેમણે ટ્વિટરના માધ્યમથી પ્રદર્શિત કરી છે. આ ઉપરાંત સ્પષ્ટ કર્યું છે, કે આજથી લઈને એક પણ કેસ હવે પછીના સમયમાં દાખલન થાય અને આ તમામ કેસોનો નિકાલ કરવો પડે તો 360 વર્ષ જેટલો સમય પડતર કેસોના નિકાલને લઈને લાગી શકે છે.

ડૉ. કાનાબારે કરેલુ ટ્વીટ આજે ચર્ચાનું કેન્દ્ર

વિષય જ્યારે ન્યાયતંત્ર પર હોય ત્યારે તેને ગંભીર પણ માનવામાં આવે છે. જ્યારે ભાજપના જ એક દિગ્ગજ નેતા ન્યાયતંત્રમાં પડતર કેસો અને ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રમાં શાસન કરી રહેલી ભાજપની સરકાર પડતર કેસો અને ન્યાયાધીશોની જગ્યા ભરવાને લઇને કેવો ઉત્સાહ દર્શાવે છે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ સમાનતાનો અધિકાર સરકાર તેમજ સરકારી સંસ્થાઓ સામે પણ લાગૂ થવો જોઈએ: સુપ્રિમ કોર્ટ

આ પણ વાંચોઃ Horoscope for the Day 27 OCTOBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.