આજે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બોલાવાઈ હતી. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સાગરખેડૂઓ માટે સાવચેતીના પગલે દરિયાઈ વિસ્તારોમાં 1 નંબરનું સિગ્નલ અપાયું છે. આગામી તારીખ 10થી 14 સુધી વરસાદની આગાહી છે. જે દરમિયાન અરબસાગરમાં સર્જાયેલા પ્રેશરના કારણે વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે. તેના કારણે જિલ્લા તંત્ર દ્વારા માછીમારોને પરત બાલાવી લેવાયા છે. જ્યારે રેસ્કુય માટે ફાયરની ટીમને એલર્ટ કરી દેવાઈ છે.
ઉપરાંત સંવેદનશીલ ગામો, દરિયાઈ વિસ્તારના ગામોમાં તંત્ર દ્વારા પીજીવીસીએલની લાઈનો ચકાસવા માટે અને સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા ઉપરાંત લોકોની સાવચેતી માટે પગલા લેવાના આદેશ કરાયા છે. આ માટે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.