ETV Bharat / state

Ahmedabad Crime: બેફામ દોડતા ડમ્પરે 13 વર્ષના સગીરને લીધો અડફેટે, ટોળાએ ટ્રકને આગ ચાંપી - Ahmedabad Crime

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડમ્પરની અડફેટે 13 વર્ષનો સગીર આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, સાયકલ લઈને નીકળેલા સગીરને અડફેટે લેનાર ડમ્પરને સ્થાનિક લોકોએ ભેગા મળીને સળગાવી નાખ્યું હતું, જે બાદ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પહોંચ્યા હતા.

Ahmedabad Crime: બેફામ દોડતા ડમ્પરે 13 વર્ષના સગીરને લીધો અડફેટે, રોષે ભરાયેલા ટોળાએ વાહન સળગાવ્યું

author img

By

Published : Jul 9, 2023, 10:10 AM IST

Updated : Jul 9, 2023, 11:00 AM IST

Ahmedabad Crime: બેફામ દોડતા ડમ્પરે 13 વર્ષના સગીરને લીધો અડફેટે, રોષે ભરાયેલા ટોળાએ વાહન સળગાવ્યું

અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેફામ બનીને દોડતા ડમ્પરે વધુ એક માસુમનો જીવ લીધો છે, સાંજના સમયે અમરાઈવાડી વિસ્તારમાં રહેતો 13 વર્ષનો વશ્ય પારસ નંદકિશોર ઘરેથી મોલમાં વસ્તુ લેવા માટે સાયકલ લઈને નીકળ્યો હતો, જોકે એક ડમ્પરના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી સગીરને અડફેટે લેતા સગીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગે જાણ થતા પરિવાર સહિત આસપાસના લોકો મોટી માત્રામાં ઘટના સ્થળ ઉપર એકત્રિત થયા હતા. આ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે. પોલીસે કાયદેસરની કામગીરી શરૂ કરી દીધી છે.

લોકોમાં રોષઃ અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા અને તેના આસપાસના વિસ્તારમાં અવારનવાર ડમ્પર ચાલકો દ્વારા અકસ્માત કરવામાં આવતા હોય સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, સ્થાનિક લોકોએ ભેગા મળીને બાળકને અડફેટે લેનાર ડમ્પરને આગચંપી કરી હતી. જોકે અકસ્માતની ઘટના બાદ ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. જે બાદ રોષે ભરાયેલા ટોળાએ તેજ રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય એક ડમ્પરને પણ રોકી તેને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

લોકોનું ટોળું એકઠું થયુંઃ આ ઘટનાની જાણ થતા અને હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોનું ટોળું રોડ ઉપર એકત્રિત થતાં ઝોન 5 અને ઝોન 6 ના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ એસીપી, તેમજ ટ્રાફિક DCP સહિતના અધિકારી તેમજ 300 થી વધુ પોલીસ કર્મીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ મોકલી ડમ્પર ચાલક અને તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકના સગાનું નિવેદનઃ આ અંગે મૃતકના સગા મુકેશ શર્માએ જણાવ્યું હતું કે, પારસ મારો ભત્રીજો થાય છે અને તેને માતા નથી ગુજરી ગયા છે, સાંજના સમયે તે ઘરેથી બેસન લેવા માટે નીકળ્યો હતો અને સામાન ખરીદી તે ઘરે પરત આવતો હતો. પૂર ઝડપથી ડમ્પર દ્વારા મારા ભત્રીજાને ટક્કર મારી તેના પર ડમ્પર ચડાવી દેતા તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે ડમ્પરચાલક અને તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અગાઉ પણ આ જ વિસ્તારના લોકો દ્વારા રજૂઆતો પણ મળી છે તેને લઈને જરૂરી કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.--ડીસીપી સફીન હસન (પૂર્વ ટ્રાફિક અમદાવાદ)

પાંચમી ઘટનાઃ આ પ્રકારની આ પાંચમી ઘટના છે અમે વારંવાર અમરાઈવાડી તેમજ ટ્રાફિક પોલીસને જાણ કરીએ છીએ, જશુભાઈ જેનું આ ડમ્પર છે તેની અહીંયા 50 ગાડી છે. તે મોટું માથું છે તેની ધરપકડ થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય તો જ અમે મૃતદેહ સ્વીકારીશું.

Rajkot Crime : રાજકોટમાં ટ્રાફિક પોલીસનો પૈસા ઉઘરાવાનો મામલો, મહિલા સહિત પોલીસ કર્મી સસ્પેન્ડ

Maharashtra Crime: સતારામાં આદિવાસી મહિલાએ 11 લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો

Last Updated : Jul 9, 2023, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.