ETV Bharat / state

ભાવનગર- સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત

અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર- સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શનિવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની અને બે વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું. જેથી રાજુલા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.

રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
author img

By

Published : Jul 24, 2021, 7:47 PM IST

  • રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં પતિ- પત્ની અને પુત્રનું થયું મોત
  • એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા રાજુલા પંથકમાં છવાયો ઘેરો શોક

અમરેલી: જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે શનીવારે મોડી સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ- પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થતાં સમગ્ર અમરેલી જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. રાજુલાના ચારનાળા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બાઈકને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આખો પરિવાર હતાહત થઈ ગયો છે. અકસ્માતની જાણ થતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય હિરા સોલંકી ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.

રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
રાજુલા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત
ભાવનગર- સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યું છે અકસ્માતનું એપીસેન્ટર

ભાવનગર સોમનાથ વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને અકસ્માતોની સંખ્યા પણ હવે વધી રહી છે. આજે શનિવારે મોડી સાંજના સમયે રાજુલાના ચારનાળા વિસ્તારમાં હિડોરણાથી કોવાયા તરફ જઇ રહેલા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુલાના ચોતરા ગામના એક પરિવારનો ભોગ લેવાયો છે. અકસ્માત બાદ મૃતક પાસેથી મળેલા દસ્તાવેજો પુરાવાના આધારે આ પરિવાર રાજુલાના ચોતરા ગામનો હોવાની જાણકારી મળી હતી. અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રકચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ ભાવનગર- સોમનાથ વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અનેક અકસ્માતો થયા છે. જેમાં કેટલાય લોકોના જીવ પણ ગયા છે, ત્યારે આ વિસ્તારમાં વાહનોની ગતિ મર્યાદિત કરવામાં આવે અને ખાસ કરીને આ વિસ્તાર ઔધોગિક ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી ખૂબ ભારે વાહનોની અવરજવર ધોરીમાર્ગ પર જોવા મળતી હોય છે. જેથી તેના પર નિયંત્રણ લાદવામાં આવે તેવી માગ પણ હવે ગામલોકો દ્વારા કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.