અમરેલી : સમગ્ર દેશમાં લોકડાઉન થવાના કારણે જાફરાબાદ બંદર પર 800 જેટલી બોટો હતી. તે 20 દિવસથી કિનારા પર લાંગરવામાં આવી હતી. આજ રોજ તમામ બોટોને દરિયામાં જવાની મંજૂરી મળતા હાલ 100 જેટલી બોટો તુરંત રવાના થઈ હતી.
જેમાં સાંજ સુધીમા મોટાભાગની બોટો માછીમારી કરવા દરિયામા રવાના થઈ જશે. ઘણા સમયથી બોટો કિનારે પડતર હોવાથી માછીમારો બેકાર હતા.તેમજ બોટો ફરી દરિયામા જવાથી માછીમારો અને બોટ માલિકોને રોજી રોટી મળશે.